HomeGujaratમહેશભાઈ સવાણી એ કર્યા 300 દીકરીઓના કન્યાદાન

મહેશભાઈ સવાણી એ કર્યા 300 દીકરીઓના કન્યાદાન

ભવ્ય લગ્ન સમારંભ

હિન્દુ મુસ્લીમ શીખ ઇસાઇ આમ તમામ જ્ઞાતિઓના 300 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનારો “ભવ્ય લગ્ન સમારંભ” સુરતની અંદર મહેશ સવાણી દ્વારા કરવામાં આવ્યો તો આવો જાણીએ કે મહેશ સવાણી છે કોણ અને તેમને આ વિચાર આવ્યો ક્યાંથી?

[image_carousel source=”media: 1212,1213,1214″ limit=”20″ slides_style=”photo” controls_style=”dark” crop=”4:3″ columns=”1″ adaptive=”yes” spacing=”yes” align=”none” max_width=”none” captions=”yes” arrows=”yes” dots=”no” link=”none” target=”blank” autoplay=”3″ speed=”medium” image_size=”medium” outline=”no” random=”no”]

મહેશભાઈ કેમ કરે છે દીકરીઓના લગ્ન?

જે રીતે તપતા રણ માં કોઈ મીઠાનું સાગર હોય એ રીતે આ કળિયુગમાં પણ મહેશ સવાણીએ ૨૦૧૦થી અત્યાર સુધી લગભગ 4800 જેટલી દીકરીઓના કન્યાદાન કર્યા છે જ્યારે 2008 ની અંદર તેમના નજીકના સંબંધી ઈશ્વરભાઈની મૃત્યુ થઈ ત્યારે તેમની બે દીકરીઓના લગ્ન બાકી હતા અને તેમને તેમની બન્ને દીકરીઓના લગ્ન કર્યા અને ત્યારે તેમને વિચાર આવ્યો કે જે દીકરીઓ અનાથ છે અથવા તેમના પિતા નથી તો તેમનું કન્યાદાન કઈ રીતે થતું હશે બસ આજ વિચારથી તેમણે ત્યારથી સમૂહ લગ્ન ની પ્રથા શરૂ કરી અને  આજ દિન સુધી તેઓ ઘણી બધી દીકરીઓ ના પિતા બની ચૂક્યા છે .

 

 

[image_carousel source=”media: 1220,1219,1218,1216,1217″ limit=”20″ slides_style=”photo” controls_style=”dark” crop=”4:3″ columns=”1″ adaptive=”yes” spacing=”yes” align=”none” max_width=”none” captions=”yes” arrows=”yes” dots=”no” link=”none” target=”blank” autoplay=”3″ speed=”medium” image_size=”medium” outline=”no” random=”no”]

મહેશભાઈ ની જીવન કથા

મહેશભાઇનો જન્મ 3 નવેમ્બર ૧૯૭૦માં ભાવનગરમાં થયો હતો તેમના પિતા વલ્લભભાઈ એક મધ્યમ કક્ષાના અને સફળ વેપારી હતા મહેશભાઈ માને છે કે તેમને તમામ વેપારી ગુણની આવડત તેમના પિતા દ્વારા જ તેમને વારસામાં મળી છે મહેશભાઈ એ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે ત્યારબાદ તેઓ ડાયમંડના બિઝનેસમાં આવ્યા આજે તેઓની વાર્ષિક આવક 1000 કરોડ કરતાં પણ વધુ છે તેઓ ના બે પુત્ર છે મિથુન અને મોહિત તેઓની એક પણ દીકરી નથી પરંતુ  તેઓ 4800 દીકરીઓના પાલક પિતા છે.

મહેશભાઈ સવાણી ના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

મહેશભાઈ સવાણી ના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તેઓ એકસાથે 531 દીકરીઓના લગ્ન કર્યા અને  એક સાથે તેઓના હાથે મહેંદી લગાવવા નો વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે શનિવાર અને રવિવારના રોજ સુરતની અંદર ત્રણ મુસ્લિમ સાથે ઘણા બધા હિંદુ શીખ ઇસાઇ ધર્મમાં માનતા લોકો ના લગ્ન એકસાથે કરાવવામાં આવ્યા અને તેમનું કન્યાદાન મહેશભાઈ દ્વારા કરવામાં આવ્યું અને આ પ્રસંગે ભાવનગરના યુવરાજ , દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલીયા હાજર રહ્યા હતા આ સિવાય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પત્ર લખી તેમને અભિવાદન આપવામાં આવ્યુ  હતુ.

કન્યા દાન મહાદાન

મહેશભાઈ સવાણી માને છે કે “માનવ જીવનનો ઉદ્દેશ સેવા કરવાનું અને કરુણા દર્શાવવાનો છે અને બીજાઓને મદદ કરવાની ઈચ્છા હોવી જોઈએ”  અને આ જ માનીને તેઓએ કન્યા દાન મહાદાન જ્ઞાન ના સૂત્ર ને સાચું કરતા હજારો દીકરીઓના પાલક પિતા બન્યા છે.

 

read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News