ભાખરીયા ગેટેપુર રોડ પર બે યુવાનોને બેદરકારીભરી એસટી બસના ચાલકે કચડી નાંખતા ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં બંને યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. મહેસાણા એસટી નિગમની બેલગામ બસના ચાલકે બે યુવકોના મોત નીપજ્યા હતા.મહેસાણા ડેપોની બસ નંબર જીજે 18 ઝેડ 2131 રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ બસના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બાઇક પર આવી રહેલા લીચ ગામના બે યુવકોને ટક્કર મારતા બંનેના મોત થયા હતા. બાઇક સવાર યુવક ગંભીર રીતે ઘવાયો હતો, એક રીતે ઇજા થઇ હતી. જે બાદ બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ટક્કર એટલી ભયાનક હતી કે આ યુવકનું બાઇક 7 ફૂટ સુધી ઘસડી ગયું હતું, જોકે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બંને યુવકોના મોત નીપજ્યા હતા. આ મામલે મહેસાણા પોલીસે બસ ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ મહેસાણા એસટી ડિવિઝનના બેફામ એસટી બસ ચાલકો બેદરકારી બસ ચાલકોને મારી રહ્યા છે જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.