HomeGujaratથાનગઢ, લીંબડી પંથકમા ખાણ ખનીજ વિભાગના દરોડા: 1.10 કરોડનો મુદ્દામાલ કબજે

થાનગઢ, લીંબડી પંથકમા ખાણ ખનીજ વિભાગના દરોડા: 1.10 કરોડનો મુદ્દામાલ કબજે

છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ ચરમસીમાએ છે. જેના કારણે ઉચ્ચ કક્ષાએથી આદેશ મળતા સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગની ટીમે લીંબડી અને થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી.

content image 48dae396 6416 41b4 ad40 b45ce99cb9e2

લીંબડીમાંથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ચાર ડમ્પરો ઝડપાયા. થાનગઢમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ ખનન માટે એક હિટાચી મશીન, એક જેસીબી અને એક ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. આ બંને તાલુકામાંથી કુલ રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

રાત્રે ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન સાદી રેતી ભરેલી એક ટ્રક અને બ્લેક ટ્રેપ ભરેલી બે ટ્રક મળી કુલ ત્રણ ટ્રકો જપ્ત કરી ગેરકાયદે જથ્થામાં વાહનો સહિત ત્રણ વાહનો લીંબડી પોલીસને સોંપ્યા હતા. તેવી જ રીતે થાનગઢમાં ડ્રોન સર્વેલન્સની મદદથી રેન્ડમ ચેકીંગ કરવામાં આવ્યું હતું. એક હિટાચી મશીન, એક જેસીબી મશીન અને એક ડમ્પર ગેરકાયદેસર રીતે કાર્બોસેલ લઈ જતું મળી આવ્યું હતું. આ અંગે તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવા સંજોગોમાં ખાણ અને ખનીજ વિભાગના ચેકીંગના પગલે જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News