HomeGujaratગુજરાતમાં ઠંડીએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો તમારા શહેરમાં કેટલી છે ઠંડી?

ગુજરાતમાં ઠંડીએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો તમારા શહેરમાં કેટલી છે ઠંડી?

ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી અને અંબાલાલની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ વધી શકે છે. ઉત્તર ભારતમાં શિયાળો દિવસેને દિવસે વધી રહ્યો છે. નાતાલના દિવસે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ગુલાબી ઠંડી શરૂ થઈ છે. તો ત્યાં રાજસ્થાનના ચુરુમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો ધીરે ધીરે ગગડી રહ્યો છે, લોકો ઠંડક અનુભવી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈકાલે તાપમાનનો પારો ઘટીને 4.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. ઠંડી શરૂ થતાં જ લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરી છે અને કહ્યું છે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડીનું મોજું ફરી શકે છે. કચ્છના નલિયા વિસ્તારમાં તાપમાન વધવાની સંભાવના છે. હવામાન વિભાગના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે 25 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડી વધશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઉત્તરીય પવનોની અસર જોવા મળી રહી છે. હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News