HomeGujaratMorbi: પાણી ભરવા આવેલું ટેંકર રિવર્સ લેતા ગોડાઉનની દિવાલ સાથે અથડાયું, મહિલાનું...

Morbi: પાણી ભરવા આવેલું ટેંકર રિવર્સ લેતા ગોડાઉનની દિવાલ સાથે અથડાયું, મહિલાનું મોત

મોરબીમાં હળવદ સરા ચોકડી પાસે ટેન્કર દિવાલ સાથે અથડાતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ટેન્કર દિવાલ સાથે અથડાતાં દિવાલ પડી જતાં મહિલા કચડી હતી. પાણી ભરેલું ટેન્કર પલટી મારતી વખતે ગોડાઉનની દિવાલ સાથે અથડાતાં સમગ્ર ઘટના બની હતી. બનાવની જાણ થતાં હળવદ પોલીસ પહોંચી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યમાં ગંભીર અકસ્માતોની હારમાળા ચાલી રહી છે અને એક પછી એક અકસ્માતો બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે આજે વડોદરાના અટલાદર પાદરા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં પતિ-પત્ની અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News