HomeGujaratજામનગર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના તેમજ અગ્નિપથ યોજનાના વિરોધમાં શાંતિપૂર્ણ...

જામનગર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના તેમજ અગ્નિપથ યોજનાના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન

જામનગર શહેર અને હાપા વિસ્તારમાં જામનગર શહેર કોંગ્રેસ તેમજ જીલ્લા કોંગ્રેસ દ્વારા મંદી અને મોંઘવારીના મુદ્દે શાંતિપૂર્ણ દેખાવો સાથે અગ્નિપથ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક કાર્યકરોએ ધરણા કર્યા હતા.

content image 0c6d80ca 817f 45e4 95a6 5a804f74d5ce

જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જામનગરના 6 વિધાનસભા મત વિસ્તારમાં હાપા માર્કેટીંગ યાર્ડ પાસે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવનભાઈ કુંભારવાડીયાની આગેવાની હેઠળ અહિંસક અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિની સાથે મંદી અને મોંઘવારી સાથે અગ્નિપથ પ્રોજેક્ટ પણ વિરોધનો ભાગ હતો. જેમાં કોંગ્રેસના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા અને ધરણા કર્યા હતા.

આ ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ શહેરના લાલબંગલા સર્કલ ખાતે ધરણાં કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ સૌપ્રથમ લાલ બંગલા સર્કલની મધ્યમાં મૂર્તિને મોઢા પર આંગળીઓ મૂકીને ઘેરી લીધી હતી અને ખાસ વિરોધ કર્યો હતો. આ સાથે જ લાલબંગલા સર્કલમાં પણ છાવણીમાં બેનર પોસ્ટરો સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News