HomeGujaratરિયા ચક્રવર્તીએ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં બતાવ્યો બૉલ્ડ અવતાર, તસવીરો વાયરલ

રિયા ચક્રવર્તીએ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં બતાવ્યો બૉલ્ડ અવતાર, તસવીરો વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ભલે છેલ્લા કેટલાય સમયથી મુશ્કેલી સમયમાંથી પસાર થઇ રહી છે, પરંતુ હવે તે આજે નવુ જીવન જીવવા માટે પણ પ્રયાસ કરી રહી છે. બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ રિયા ચક્રવર્તીનુ જીવન નરક સમાન બની ગયુ હતુ, અને રિયા એક મહિના સુધી ડ્રગ્સ કેસમાં જેલ પણ ભોગવીને આવી છે. પરંતુ હવે ફરી એકવાર રિયા પોતાના ગ્લેમરસ લૂકને લોકો સામે લાવી રહી છે

તાજેતરમાં જ રિયા ચક્રવર્તીએ પોતાન ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તેનો પહેલા કરતાં પણ વધુ ગ્લેમરસ અને ગૉર્ઝિયસ લૂક જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં રિયાએ ડીપનેક હાઇ થાઇ સ્લિટ ડ્રેસ પહેરેલો છે.


તસવીરોમાં જોઇએ તો, એક્ટ્રેસ સીડીઓ પર બેસીને પૉઝ આપી રહી છે, આ તસવીરોમાં રિયા કેમેરા તરફ નહીં પરંતુ બીજી બાજુ નજર રાખીને પૉઝ આપી રહી છે. એક્ટ્રેસનો આ તસવીરમાં એકદમ સિમ્પલ લૂક છે, તસવીરમાં રિયા નૉ મેકઅપ લૂકમાં દેખાઇ રહી છે. પરંતુ ખાસ વાત છે કે સિમ્પલ લૂક હોવા છતાં એક્ટ્રેસ તસવીરોમાં એકદમ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિયા ચક્રવર્તી છેલ્લે વર્ષ 2021માં રિલીઝ થયેલી ચેહરેમાં દેખાઇ હતી, આ ફિલ્મમાં ઇમરાન હાશમી અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય રૉલમાં હતા

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News