શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. એક પછી એક લૂંટ, ચોરી, હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કાલુપુર બાદ હવે વસ્ત્રાપુરમાં પણ હત્યાની ઘટના સામે આવી છે. પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અને ગાર્ડનમાં રૂમમાં રહેતા યુવકને પાવડા વડે માર માર્યો હતો. જોકે હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં ડીસીપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. લગભગ 10 લોકો ઘાયલ થયા છે, વીડિયોમાં આસપાસના કેટલાક લોકો પણ દેખાઈ રહ્યા છે પરંતુ કોઈ મદદ કરવા આવ્યું નથી.
સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તેમ ગાર્ડની હત્યા સમયે બગીચામાં ચાલતા તમામ લોકો દ્રશ્ય જોઈને ભાગી છૂટ્યા હતા.
પોલીસે તપાસ શરૂ કરી
જાણે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. લૂંટ અને હત્યાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. કાલુપુર બાદ વસ્ત્રાપુરમાં હત્યાની ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અને ગાર્ડનમાં રૂમમાં રહેતા યુવકને પાવડા વડે માર માર્યો હતો. જોકે હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.