HomeGujaratસુરતમાં શરમજનક ઘટના, 70 વર્ષની મહિલા પર બળાત્કાર

સુરતમાં શરમજનક ઘટના, 70 વર્ષની મહિલા પર બળાત્કાર

સુરત જિલ્લામાં એક 70 વર્ષની વૃદ્ધા પર એક વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ મહિલાને ઈજા થઈ હતી. બાદમાં વૃધ્ધાને સારવાર અર્થે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ કેસનો ફરાર આરોપી ઘટનાના થોડા દિવસોમાં જ રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. રેલવે પોલીસે આરોપીઓ સામે બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ જુની કોસંબા મુસ્લિમ સોસાયટીમાં ગુલામ દિવાન નામનો ઇસમ રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. જ્યારે પીડિત 70 વર્ષની મહિલા હતી જે ભીખ માંગતી હતી. ગુલામ દિવાન જ્યારે રેલ્વે સ્ટેશન પર ગયો ત્યારે તેણે એક 70 વર્ષની મહિલાને એકલી ભીખ માંગતી જોઈ. જે બાદ તેના મગજમાં સેક્સનો કીડો વસી ગયો હતો. વૃધ્ધ મહિલાની એકલતાનો લાભ લઇ કોસંબા રેલ્વે સ્ટેશનથી થોડે દૂર લઇ જઇ વૃધ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધ મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી હતી.

વૃદ્ધાને ઇજા પહોંચાડ્યા બાદ તે નાસી ગયો હતો. સમગ્ર ઘટના અંગે એક નાગરિકે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધ મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે.

નર્ધમે 70 વર્ષીય ભિખારી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં રેલવે પોલીસે આ કેસમાં હત્યા અને બળાત્કારની કલમો પણ ઉમેરી હતી. એટલે કે આરોપીઓ સામે બળાત્કાર અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે આ સમગ્ર મામલે 31 જુલાઈ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. રેલવે પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને ગુલામ દિવાન નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી અને એક ગુપ્ત માહિતીના આધારે 1 ઓગસ્ટના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News