HomeGujaratવિરમગામના ભઠ્ઠીપરા વિસ્તારમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લેવાયા

વિરમગામના ભઠ્ઠીપરા વિસ્તારમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લેવાયા

વિરમગામ: વિરમગામના ભટ્ટીપરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. વિરમગામ ટાઉન પોલીસે બાવળની ઝાડી નીચે જાહેરમાં જુગાર રમતા છ લોકો સામે ગુનો નોંધ્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અઢી હજારથી વધુની રોકડ રકમ મળી આવી હતી.

વિરમગામ ટાઉન પોલીસ ઇન્સેપ્ક્ટર એમ એ વાઘેલા એ ટીમ બનાવી પ્રોહિજુગારની પ્રવૃત્તિઓ કરતા શખ્સો સામે વોચ રાખવા સૂચના કરેલ જે આધારે પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે ભઠ્ઠીપરા વિસ્તારમાં લાલાબાપાના મંદિર પાસે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રમાતડતા (૧) રામસીંગ બજાણીયા (૩) પુનમભા બજાણીયા રહે વિરમગામ (૩) દિલીપજી ઠાકોર (૪) ગૌતમ ઠાકોર (૫) સકાજી ઠાકોર તમામ રહે ઉધરોજ તા. માંડલ (૬) મોહસીન મીંયાણા રહે વિરમગામવાળાને રૂા. ૩૪૮૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડેલ હતા જ્યારે વેરશી ઠાકોર રહે ભઠ્ઠીપરા વોન્ટેડ જાહેર કરવામાં આવેલ તમામ આરોપી વિરૂદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News