HomeGujaratબોડકદેવના સૂરધારા સર્કલ પાસેથી 9 લાખની ઈનોવા કાર લઈ તસ્કરો ફરાર

બોડકદેવના સૂરધારા સર્કલ પાસેથી 9 લાખની ઈનોવા કાર લઈ તસ્કરો ફરાર

બોડકદેવના સુરધારા સર્કલ પાસે આવેલા શ્રી રત્ન કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી તસ્કરો રૂ. 9 લાખની કિંમતની ઇનોવા ક્રિસ્ટા કારમાં ફરાર થઇ ગયા હતા. સોલા પોલીસે રવિવારે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સોલા ભાગવત ચાર રસ્તા પાસે સાંઈ બાબા મંદિર પાસે ઉત્સવ બંગલામાં રહેતા શૈલેષકુમાર બળદેવભાઈ પટેલ નિકુલ ટ્રાવેલ્સમાં સેવા આપવાના નામે સુરધારા સર્કલ પાસે શ્રી રત્ન કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવે છે.

શૈલેષભાઈની 2017 મોડલની રૂ.9 લાખની કિંમતની ઈનોવા કાર 3 મેના રોજ ઓફિસના પાર્કિંગમાં પાર્ક કરી હતી. કારની અંદરથી અસલ આરસી બુક સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ બનાવ અંગે શૈલેષભાઈએ સોલા પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News