ચહેરો યુવાનોને નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થોનું જંગી માત્રામાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે સુરત પોલીસે ખાસ ઓપરેશન હાથ ધર્યું છે. અસામાજિક તત્વો અને નશાની તસ્કરો સામે સકંજો કસવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મોહંમદ સિદ્દીકી ઉર્ફે રાજા પુત્ર અબ્દુલ કાદીર બોમ્બેવાલા રહે. રહેવાસી. ૨૦૩, ગ્રીનપાર્ક સોસાયટી, રામનગર પાસે, રાંદેર પાસેથી સફેદ પાવડર મેફેડ્રોન ગ્સ ૧૦૦.૨૬૦ ગ્રામ કિંમત રૂ.૧૦ લાખથી વધુની મત્તાનો તેમજ ફોર વ્હિલ ગાઙી કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- તથા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન રોકડ રકમ સહિત કુલ્લે કિંમત ૧૩,૧૨,૮૭૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને પોલીસ કમિશ્નર, સુરત દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ ઝુંબેશ અંતર્ગત વધુ એક સફળતા મળી છે અને પકડાયેલા આરોપી મોહમ્મદ સીકી ઉર્ફે રાજા બોમ્બેવાલા સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગુનાની ઝીણવટભરી તપાસ. સુરત શહેર પોલીસ સુતાનના યુવાનોને નાર્કોટીક્સ જેવા માદક દ્રવ્યોથી દૂર રાખવા હંમેશા કટિબદ્ધ છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા નોંધાયેલા ગુનાના આધારે આરોપી મોહમ્મદ સિદ્દીકી ઉર્ફે રાજા બોમ્બેવાલાની ધરપકડ કરવામાં આવી છે.