સુરતમાં પત્નીને રિસામણે મૂકીને પતિએ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ, પત્ની શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરવા જતી હતી ત્યારે માનસિક તણાવને કારણે પતિએ આત્મહત્યા કરી હતી. ડિંડોલી વિસ્તારમાં રહેતા આકાશ પટેલ નામના યુવકે દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ માનસિક તણાવના કારણે યુવકે આપઘાત કરી લીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે યુવકે માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સ્યુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે અંકિતા, હું તને જોઈને મરી રહ્યો છું. મારી ભૂલને કારણે મેં તને ગુમાવી. હવે મારે જીવવું નથી.