HomeGujaratઅમદાવાદના રિવરફ્રન્ટમાં કાપડના વેપારીએ કરી આત્મહત્યા

અમદાવાદના રિવરફ્રન્ટમાં કાપડના વેપારીએ કરી આત્મહત્યા

અમદાવાદવેપારીઓના ત્રાસથી કંટાળીને કાપડના વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આદુના વેપારી વિજયભાઈએ પોતાનું પર્સ મોબાઈલ નદી કિનારે ઝેરી દવા ગટગટાવી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદ પોલીસે આ કેસમાં સુસાઈડ નોટ મળી આવતા 11 વેપારીઓ સામે ગુનો નોંધ્યો છે.

વ્યાજખોરો ના ત્રાસથી તો અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટના બની હશે પરંતુ વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું હોય તેવો એક બનાવ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે નોંધાયો છે.11 વેપારીના નામજોગ અંતિમચીઠ્ઠી લખી વેપારીએ મોતને વ્હાલું કર્યું હતું.જેમાં 60 થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાંય વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ નદી માં ઝપલાવી આત્મહત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પો સ્ટે ના પીઆઇ આઈ ટી દેસાઈએ જણાવ્યું છે.

અમદાવાદ ના વેપારી વિજય જિનગર એ સ્યુસાઇડ નોટમાં મુંબઈ ના અને અમદાવાદ ના વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલભાઈ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, સંજય ભાઈ, દીપકભાઈ, અસલમ ભાઈ, કમલેશ ભાઈ, ઋષભ ભાઈ, વિક્રમ તથા યશ નામના વેપારીઓ વિરુદ્ધ સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા છે..જેમાં મૃતકને માર મારવો, ગાળો બોલવી, કોરા કાગળો પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ખોટા કેસો કરવાની સાથે જ માનસિક રીતે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. જે અંગે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે પૈસા લેવા આવેલા વેપારી વિનય અગ્રવાલે ધમકી આપી હતી કે તેમની સાથે જનાર વ્યક્તિ રૂપાણીનો ભત્રીજો છે. પોલીસે હવે તમામ કેસની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News