HomeGujaratડૉક્ટરે મૃત જાહેર કરતા દફનવિધિ શરૃ કરી અને બાળકીએ આંખો ખોલી

ડૉક્ટરે મૃત જાહેર કરતા દફનવિધિ શરૃ કરી અને બાળકીએ આંખો ખોલી

ધરમપુર નજીકના પાનવા ગામની એક મહિલાએ ઓછા વજનને કારણે સાતમા મહિનામાં બાળકીને જન્મ આપ્યો હતો અને તેને 3 દિવસ સુધી બોક્સમાં રાખી હતી.

પાનવા ગામ ધરમપુરના પટેલ ફળિયામાં રહેતી જયમતીબેન અજયભાઈ ચૌધરી ગર્ભવતી હતી અને તા.૧-૩-૨૨ના રોજ ધરમપુરની જનની હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી. ડોક્ટરે બાળકી મૃત હોવાનું જણાવ્યું અને તેના સંબંધીઓને બોલાવીને બાળકીને સોંપી. નવજાત શિશુના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે બાળકીને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહી હતી, જમીનમાં ખાડો ખોદીને તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહી હતી,ત્યાં અચાનક પિતાએ હાથમાં પકડેલી બાળકીએ હાથ-પગ મરોડીને આંખ ખોલતા હાજર તમામ લોકો ઘટનાને કુતૂહલવશ જોતા રહ્યા હતા. ગામના સરપંચને અંદાજ આવી જતા તરત બાળકીને ૧૦૮માં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

જ્યાં એક દિવસની સારવાર બાદ પણ પરિવાર ખર્ચ ઉઠાવી શકે તેમ નથી.યુવતીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. આજે બાળકને પણ ખવડાવ્યું હતું

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News