આસારામ બળાત્કારના કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે
ગાંધીનગર સેશન્સ કોર્ટે ગઈ કાલે આસારામ વિરુદ્ધ બળાત્કારના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ગઈકાલે આસારામને 2013ના બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આસારામ સિવાય અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ સહિત કુલ 7 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. કોર્ટ આજે સજા સંભળાવશે. જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા. આસારામ બળાત્કારના કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે.
Gandhinagar court convicts self-styled godman Asaram in 2001 rape case
Read @ANI Story | https://t.co/UC7MYCKSU4#AsaramBapu #RapeCase pic.twitter.com/NqpL5RhAhF
— ANI Digital (@ani_digital) January 30, 2023
આ પણ વાંચો : સુરત રેપ કેસમાં કોર્ટે આસારામને દોષી જાહેર કર્યા, અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
શું હતો આ સમગ્ર મામલો?
2001માં સુરતની બે મહિલાઓએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસ 6 ઓક્ટોબર, 2013ના રોજ નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર તરફથી 55 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ ઘટનામાં કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ સિવાય સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.