HomeGujaratગુજરાત માટે આગામી બે દિવસ હજુ પણ ભારે, આ સાત જિલ્લામાં વરસાદનું...

ગુજરાત માટે આગામી બે દિવસ હજુ પણ ભારે, આ સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય આજે સાત જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, નવસારી, ડાંગ અને અમરેલીમાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, સુરત અને તાપીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે ડાંગ, નવસારી, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જામનગરમાં વરસાદની આગાહી કરી છે. છે. જ્યારે આવતીકાલે દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ, રાજ્યમાં સિઝનના 50 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સિઝનના 50 ટકા વરસાદ માટે ગયા વર્ષે 7 સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડી હતી. ગત વર્ષે 14મી જુલાઈ સુધી સિઝનમાં માત્ર 19.72 ઈંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ 33.46 ઈંચ વરસાદ પડે છે. જેની સામે અત્યાર સુધીમાં 17.06 ઈંચ વરસાદ નોંધાયો છે.

જેમાં જૂન મહિનામાં 2.52 ઈંચ અને જુલાઈના 14 દિવસમાં 14.53 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધીમાં 17.32 ઈંચ વરસાદ સાથે સિઝનનો 98 ટકા વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં, કચ્છમાં છેલ્લા 14 દિવસમાં 94 ટકાથી વધુ વરસાદ થયો છે. અબડાસા, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા કચ્છના પાંચ તાલુકામાં 100 ટકાથી વધુ મોસમી વરસાદ પડે છે. દક્ષિણ ગુજરાતમાં પણ 37.39 ઈંચ સાથે 64 ટકા વરસાદ નોંધાયો છે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News