HomeGujaratગોધરાની આંગડિયા પેઢીમાં 47 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા

ગોધરાની આંગડિયા પેઢીમાં 47 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા

ગોધરામાં મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલની આંગડિયા પેઢીમાંથી રૂ.47 લાખની ચોરીના ત્રણ આરોપીઓની ગોધરા એલસીબી અને બી ડીવીઝન પોલીસે કલાકોમાં જ ધરપકડ કરી હતી.પોલીસે રૂ.47 લાખમાંથી રૂ.45 લાખનો મુદ્દામાલ પણ રીકવર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આંગડિયા કંપનીના કર્મચારીએ તેના મિત્ર સાથે મળીને રૂ.47 લાખની ચોરીનું કાવતરું ઘડ્યું હતું અને આ અંગે આજે સવારે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. સીસીટીવી. ફૂટેજ

ગોધરાના સોનીવાડ વિસ્તારમાં મહેન્દ્ર સોમાભાઈ પટેલ આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા રોકડ અને બે મોબાઈલ મળી કુલ રૂ. 47.12 લાખની ચોરીની ફરિયાદ ગોધરા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

ચોરીનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસ વડાએ એલસીબી અને ગોધરા સીટી બી ડીવીઝન પોલીસની ટીમ બનાવવા સૂચના આપી હતી. આથી પોલીસે ગોધરા શહેરના હાઈવે પર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. ફૂટેજ, માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

બીજી તરફ પેઢીમાંથી રકમની ચોરી થયાની જાણ જયપાલસિંહ રાઠોડને થતાં તેમણે ગોધરા સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉર્ફે પેઈન્ટર પંકજભાઈ સોની રહે.સોનીવાડ સુરેન્દ્ર સાયકલ પેઈન્ટર ખડકી ગોધરા પાસે (3) નરેન્દ્રકુમાર પ્રવીણચંદ્ર સોની રહે.બે મોબાઈલ ફોન અને રૂ.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News