રાજકોટઃ રાજકોટ જામનગર હાઇવે પર બાઇક સ્ટંટ કરતા તેનો એક વીડિયો ફરી એકવાર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો અંગે રાજકોટ શહેર પોલીસ, રાજકોટ ગ્રામ્ય અને જામનગર પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ પહેલા પણ રાજકોટ જામનગર હાઈવે પર રીક્ષા રેસ અને આ પ્રકારના બાઇક પર કરવામાં આવેલ સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે. ફરી એકવાર બાઇક સ્ટંટ કરનારાઓના વાયરલ થયેલા વીડિયોને કારણે હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જામનગર હાઇવે પર બાઇક પર સ્લીપિંગ કરતા યુવકોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો 16 સેકન્ડનો હોવાનું કહેવાય છે. 16 સેકન્ડના વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બે યુવકો બાઇક પર સૂતા સમયે બાઇક ચલાવી રહ્યા છે. રાત્રીના સમયે હાઈવે પર અન્ય લોકોના જીવ જોખમમાં મુકીને બાઇક સ્ટંટ કરતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ
નોંધપાત્ર વાત એ છે કે, વાયરલ વીડિયોમાં યુવકે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે ‘હો અમે અકેલા નહીં રે, હારે હૈ ભાઈ તોલા, તુ વાદે જેના ચઢ્યો રે તે અમે હિટ ગુરુ’ વાક્ય સાથેનું ગીત મૂક્યું છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ, રાજકોટ ગ્રામ્ય અને જામનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે બાઇક પર સ્ટંટ કરતા યુવકો કેટલી જલ્દી પકડાય છે.