HomeGujaratજખૌના ૨૮૦ કરોડના ડ્રગ્સ કેસમાં બે અફઘાની સહિત ૩ શખ્સોની ધરપકડ

જખૌના ૨૮૦ કરોડના ડ્રગ્સ કેસમાં બે અફઘાની સહિત ૩ શખ્સોની ધરપકડ

અબડાસા તાલુકાના જખૌના 200 કરોડના ડ્રગ્સ કેસમાં ATSની ટીમને મહત્વની સફળતા મળી છે.આ કેસમાં વધુ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીમાં રહેતા બે અફઘાન ઉપરાંત ઉત્તરાખંડના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે ઉરી હમીદુલ્લા યુસુફ ઉર્ફે યુસુફ મૂળ અફઘાનિસ્તાનનો છે અને હાલ દિલ્હીમાં રહે છે, ઉત્તરાખંડના મોહમ્મદ હકીમ સલીમી દોલત સલીમ અને અઝીમ અહેમદ તનવીર અહેમદની ધરપકડ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનના નાગરિકો હેરોઈન પાવડર ભેળવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત ATS વતી વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ દલીલો કરી હતી. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મહત્વના કડીઓ મળવાની શક્યતા છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News