HomeGujaratસરકારને વચનો યાદ કરાવવા એસ.ટી. કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે

સરકારને વચનો યાદ કરાવવા એસ.ટી. કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે

ગુજરાત સરકારે લેખિતમાં ગ્રેડ-પે અને 11 ટકા મોંઘવારી આપવાનું વચન આપ્યું હતું. આ વચનને 6 માસ જેટલો સમય થવા છતાં આજદિન સુધી લાભો ન મળતા એસટી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર રાજ્ય સરકારને વચન યાદ અપાવવા રાજ્યના એસટી કર્મચારીઓ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. કોર્પોરેશનના કર્મચારીઓ હડતાળ સહિતનું આંદોલન ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે. આજથી છ મહિના પહેલા એસ. ટી કોર્પોરેશનના કર્મચારીઓએ ગ્રેડ-પે, મોંઘવારી સહિતના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલન કર્યું હતું અને પ્રથમ તબક્કામાં સૂત્રોચ્ચાર કરીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા.

હડતાલ બે-ત્રણ દિવસ સુધી ચાલી હતી.હડતાળના અંતે સરકારે ત્રણ એસટી મજૂર યુનિયનની સંકલન સમિતિ સાથે બેઠક બોલાવી હતી અને એસટી કામદારોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. જો કે, આ અંગે સરકાર દ્વારા કરાયેલી સમજૂતીને આજે છ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકારે આજદિન સુધી એસટી નિગમના કર્મચારીઓને ગ્રેડ-પે અને 11% મોંઘવારીનો લાભ આપ્યો નથી.

એસટી નિગમ કર્મચારી મહાસંઘના આગેવાનોના જણાવ્યા મુજબ સરકારે હજુ સુધી ગ્રેડ-પે અને મોંઘવારીનો લાભ લેખિતમાં આપ્યો નથી ત્યારે રાજ્યભરના 40 હજાર કર્મચારીઓમાં રોષની લાગણી જન્મી છે. એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોની સંકલન સમિતિની મહત્વની બેઠક 8મીને બુધવારે મળી હતી.

એસટી કામદારોની સંકલન સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે, બેઠકમાં એસટી કામદારોને ગ્રેડ-પે અને મોંઘવારીનો તાત્કાલીક લાભ આપવાના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને સરકાર સામેના આંદોલનને પુન: જીવિત કરવા રણનીતિ ઘડવામાં આવશે.

અન્ય સમાચાર

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News