HomeGujaratસગીરાને બ્લેકમેઇલ કરી આ શું કરી નાખ્યું બે મિત્રોએ..!

સગીરાને બ્લેકમેઇલ કરી આ શું કરી નાખ્યું બે મિત્રોએ..!

સગીરાને બ્લેકમેઇલ કરી બે મિત્રોએ દુષ્કર્મ આચર્યુ..

 

કૃષ્ણનગરમાં 15 વર્ષીય સગીરાને તેના કાકા ના મિત્ર દ્વારા ધમકાવી ને તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સાથેજ આરોપી ના મિત્ર એ પણ તે સગીરા ને દહેગામ ની બિલ્ડીંગ મા લઇ જઈને તેની ઉપર બળજબરી કરી હતી.

 

કૃષ્ણનગર વિસ્તાર માં પરિવાર સાથે રહેતી સગીરા તેના કાકા ના મિત્ર ના પરિચય મા આવી હતી અને ત્યાર બાદ યુવકે તેને ધમકી આપી હતી “જો તું મારી સાથે સેટિંગ નહીં કરે તો હું તારા પરિવાર ને મારી નાખીશ” કહી સાગરે તેનાજ ઘર મા સગીરા ઉપર દુષ્કર્મ કર્યું હતું.

 

ત્યાર બાદ સાગર ના મિત્ર રાજ્ઞેશ ધાનાણીએ સગીરા ને કહ્યું ” તું મારી સાથે ફ્રેંડશીપ કર નહીં તો   તું સાગર ને મળી હતી તે તારા ઘરે કહી દઈશ” કહી ધમકાવી હતી ત્યાર બાદ અંતે સગીરા તેમની ધમકી થઈ ગભરાઈ ને તે રાજ્ઞેશ અને તેના બીજા એક મિત્ર ધ્રુવીક સાથે મળી ને તેને કાર મા લઇ જઇ દહેગામ સર્કલ નજીક એક બિલ્ડીંગ ના પાર્કિંગ મા તેની સાથે વારાફરતી રાજ્ઞેશ, ધ્રુવીક  એ બળાત્કાર ગુજાર્યો હતો.

 

ત્યારબાદ સતત તેમને સગીરા ને બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી હતી અંતે સગીરા એ કંટાળી ને તેના પરિવાર ને આ વિશે જાણ કરી હતી, ત્યાર બાદ પરિવારે પોલિસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.

 

કૃષ્ણનગર ના પીઆઇ એ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે આ કેસ મા દુષ્કર્મ, પોકસો અને ધમકી હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી ઓને પોલીસ કેસ ની જાણ થતાં તેઓ ભાગી ગયા હોવાથી તેમને શોધવાની પોલીસે તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News