HomeGujaratખોખરા પોલીસ મથકમાં પૂછપરછ માટે બોલાવેલી વ્યક્તિનું મોત થતા હોબાળો

ખોખરા પોલીસ મથકમાં પૂછપરછ માટે બોલાવેલી વ્યક્તિનું મોત થતા હોબાળો

પોલીસ સ્ટેશનમાં મહિલાની છેડતીની લેખિત ફરિયાદની તપાસ માટે બોલાવેલી વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મોત થતાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ પોલીસે તેને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ તેની લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી. પીડિતાના પરિવાર તરફથી પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે.

આ અંગેની વધુ માહિતી ખોખરા પોલીસ સ્ટેશનના એસીપી કૃણાલ દેસાઈએ આપી છે., ખોખરાના યાદવનગરમાં રહેતા સુરેશ દુર્ગાપ્રસાદ કોસ્તી સામે એક મહિલાએ લેખિત ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તે તેને પ્રેમ પ્રકરણમાં હેરાન કરતો હતો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. સુરેશ કોસ્ટીને ગઈકાલે બપોરે ખોખરા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. અહીં પોલીસની પૂછપરછ દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડતાં તેણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અહીં પરિવારજનોએ કસ્ટડીમાં મોતને લઈને આક્ષેપો કર્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News