HomeGujaratવડોદરા : ભાજપ કોર્પોરેટરની મંદિરમાં પૂજા દરમ્યાન મહિલાને ગાળાગાળીથી હોબાળો

વડોદરા : ભાજપ કોર્પોરેટરની મંદિરમાં પૂજા દરમ્યાન મહિલાને ગાળાગાળીથી હોબાળો

વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 13 ના ભાજપના કાઉન્સિલર ધર્મેશ પટ્ટણી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.

અગાઉ વડોદરા કોર્પોરેશનના ભાજપના કાઉન્સિલર ધર્મેશ પટ્ટણીની પથારી હટાવવા બાબતે અધિકારી સાથે વિવાદ થયો હતો.

બે દિવસ અગાઉ ધર્મેશ પટ્ટણી પ્રતાપ નગર સ્થિત રણ મુક્તેશ્વર મંદિર ખાતે પૂજા કરવા ગયા હતા ત્યારે ત્યાં મંદિરના પૂજારી દિલીપ ભટ્ટ ના પત્ની પૂજા કરવા આવ્યા અને વહેલી પૂજા કરીને નીકળી જવાનું કહેતા ભાજપ કોર્પોરેટર ગુસ્સે ભરાયા હતા અને તેમને ગંદી ગાળો દેતાં પૂજારીના પત્નીએ સમજાવ્યા કે મંદિરમાં આવી ગંદી ગાળો બોલો નહીં તો તેની સામે વધારે ઉશ્કેરાઈ ને ગમે તેમ બોલવા લાગ્યા હતા .

પુજારીના પુત્રને જાણ થતાં તેઓ પણ મંદિરમાં દોડી આવ્યા હતા તેમના પુત્રએ  ઝઘડામાં વચ્ચે પડતાં કોર્પોરેટરે પૂજા કરતા કરતા ઊભા થઈને નજીકમાં મહાદેવનું ત્રિશૂળ પડ્યું હતું તે  લઈને મારવાનો પ્રયાસ કર્યો હતો .દરમિયાનમાં પૂજારી દિલીપ ભટ્ટ પણ મંદિરમાં પહોંચ્યા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

 

અન્ય સમાચાર

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News