HomeGujaratહોળી ધુળેટી પર્વે વડોદરા પોલીસે દારૂના 57 કેસ કર્યા : 32 પીધેલા...

હોળી ધુળેટી પર્વે વડોદરા પોલીસે દારૂના 57 કેસ કર્યા : 32 પીધેલા સહિત 50 ઝડપાયા

હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે શહેરમાં દારૂબંધીના કારણે ફેલાતા પ્રદુષણને રોકવા માટે પોલીસે સઘન ચેકીંગ અને દરોડા પાડ્યા હતા. પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં વિવિધ સ્થળોએ દારૂબંધીના 57 કેસ નોંધ્યા છે. જેમાં રૂ.1060ની કિંમતનો 53 લીટર દેશી દારૂ, વિદેશી દારૂની 186 બોટલ, કવાટરીયા-74, બિયર-03, એકટીવા-02 મળી કુલ રૂ.1,02,960નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે 32 દારૂડિયાઓ સહિત 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.

ખાસ કરીને ગોરવા સમતા મેદાનમાંથી બે એક્ટિવા જેમાં રૂ.35 લાખની કિંમતનો વિદેશી દારૂનો સમાવેશ થાય છે. 54 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરમિયાન ફતેગંજ રોઝ ગાર્ડન પાસેથી એક્ટિવા સામેથી લવ પ્રતાપસિંહ રાજપૂત (રહે-જવાહરનગર, સયાજીગંજ) અને દીપક શિવપૂજન યાદવ (રહે- જયંબેનગર, સયાજીગંજ) 12 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયા હતા અને રૂ.71,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. , આ સાથે નવાપુરા શીબાગ સ્થિત વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં રહેતો સંગ્રામ મહેશભાઈ પોતાના ઘરમાં વિદેશી દારૂ બનાવી વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 28 બોટલ કબજે કરી સંગ્રામ મહેશભાઈ કહારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જોકે, પોલીસની કાર્યવાહી છતાં મોટાભાગના વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની ચર્ચા હતી. જેનો પુરાવો પોલીસ સ્ટેશનમાં થયેલી પોલીસ ફરિયાદો છે. આથી રાજ્યમાં દારૂબંધીની વાતો કરવા છતાં કાર્યવાહીની વચ્ચે દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News