HomeGujaratગુજરાતના 8,684 ગ્રામ પંચાયત ચૂંટણીનો સંગ્રામ પૂર્ણ થયો.

ગુજરાતના 8,684 ગ્રામ પંચાયત ચૂંટણીનો સંગ્રામ પૂર્ણ થયો.

8,684 પંચાયતોનો ઇલેક્શન

આજના રોજ ગુજરાતના 8,684 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું જેમાં લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો  થોડી જગ્યા થી નિરાશા વાળી અને લોકશાહીને ઠેસ પહોંચાડી શકે તેવી ખબરો પણ આવી પરંતુ અંતે સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થઈ તો આવો જાણીએ કે આ 8,684 પંચાયતોનો ઇલેક્શન કઈ રીતે લડાયું!

ભાજપ અને Btp ના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

ગ્રામ પંચાયતના 8,684 સીટો માટે 1,47000 ઉમેદવારો  ઉભા હતા જેના માટે મતદારોની સંખ્યા એક કરોડને 82 લાખ થી વધુ હતી અંદાજે છ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં ૬૦ ટકાથી વધુ મતદાન થયું જેમાં સૌથી વધુ મતદાન ઉત્તર ગુજરાતથી થયું અને આ આંકડો ૭૦ ટકા કે એનાથી પણ વધુ ની નજીક જાય તેવી શક્યતા છે ઇલેક્શન માં થોડી જગ્યાથી  ઘણી નિરાશા ના સમાચાર મળ્યા ભાજપ અને Btp ના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ આ મારા-મારી નર્મદા ના બીજ ગામમાં થઈ તેની સાથે ઘણી જગ્યાએ આચારસંહિતાનું ઉલ્લંઘન થયું પરંતુ મોટાભાગે તમામ જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થયું અને જેમાં યુવા હોય કે વૃદ્ધ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના ભાવિનો  નિર્ણય કરવા માટે મતદાન કર્યું.

ચૂંટણીનો બહિષ્કાર

આ ચૂંટણી માટે રાજ્યમાં 3074 અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવામાં આવેલા હતા જેના માટે 51 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો આ સાથેજ નવસારી અને વલસાડમાં આચાર સંહિતાનો ભંગ થયો ભરૂચના કેસર ગામના લોકો અને મોરબીના શિવ નગર ના લોકોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો સાથે જ સૌથી સારા સમાચાર રાપર ના મતદાન મથકો થી આવ્યું કે જ્યાં રસીકરણ અભિયાન કરવામાં આવ્યું આમ આશા નિરાશાની વચ્ચે ચૂંટણી સંગ્રામ પૂર્ણ  થયો

 

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News