HomeCOVID-19મુખ્યમંત્રી ના તમામ કાર્યક્રમ રદ્, સાંજ સુધી નવી કોરોનાની ગાઇડલાઇન જાહેર થઈ...

મુખ્યમંત્રી ના તમામ કાર્યક્રમ રદ્, સાંજ સુધી નવી કોરોનાની ગાઇડલાઇન જાહેર થઈ શકે!!

કોરોનાની નવી ગાઇડલાઇન.

રાજ્યમાં સતત કોરોના ના કેસ વધી રહ્યા છે અને ત્રીજી લેહરની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજરોજ ભુપેન્દ્ર પટેલ ના તમામ કાર્યક્રમો રદ્ કરવામાં આવેલ છે અને તમામ જિલ્લાઓના કલેકટર સાથે મુખ્યમંત્રીની બેઠક 12:00 વાગે થવાની છે આ બેઠકમાં આ કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી શકે છે તેવું સૂત્રો દ્વારા જણાઇ રહ્યું છે.

વિકેન્ડ લોકડાઉનની શક્યતા!!

વધતા કોરોનાના કારણે સરકારે પોતાની સિગ્નેચર ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતને પણ રદ્દ કરી દીધી છે આ સાથે ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે ગુજરાતમાં પણ વિકેન્ડ લોકડાઉનની ઘોષણા થઈ શકે છે.

બંધ કરવાના આદેશ

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થતા એક્ટિવ કેસોની સંખ્યા 1૦ હજારથી પણ વધારે થઈ ગઈ છે ત્યારે સરકાર દ્વારા તમામ આરોગ્ય કર્મીઓની રજાઓ રદ્દ કરી નાખવામાં આવેલી છે આ સાથે સ્કૂલો કોલેજો ને પણ બંધ કરવાના આદેશ સરકાર આપી શકે છે અને આજે સાંજે 07:00વાગ્યા સુધી ગુજરાત સરકાર નવી SOP બહાર પાડી શકે છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News