HomeGujaratભારતમાં omicron કોરોનાના કેસ કયા અને કેમ વધી રહ્યા છે? જાણો!

ભારતમાં omicron કોરોનાના કેસ કયા અને કેમ વધી રહ્યા છે? જાણો!

ત્રીજી લહેર આવે તેવી સંભાવના!!

દેશમાં કોરોના એ ફરીથી માથું ઉચ્ક્યુ છે  અને હવે તે ચિંતાજનક બન્યો છે  દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના 6650 કેસ નોંધાયા છે આની સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા 77 હજારથી વધુ થઈ છે કોરોના વધવાનું મુખ્ય કારણ omicronને ગણવામાં આવી રહ્યો છે આ વેરિઅન્ટને કારણે દુનિયાભરમાં ત્રીજી લહેર આવી છે અને ભારતમાં પણ આજ વાઇરસને કારણે ત્રીજી લહેર આવે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે!

omicron વેરિએન્ટ

અત્યાર સુધી દેશમાં omicron વેરિએન્ટ ના કુલ ૩૬૦ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રથી 88કેસ છે આ સિવાય દિલ્હીથી 67, તેલંગાણામાં 38, ગુજરાતીમાં  30 ,કેરળમાં 29 રાજસ્થાનમાં 22 અને અન્ય રાજ્યોમાં 10 દસથી ઓછા કેસો નોધાયા છે આ બધા ને જોતા ગુજરાત ,હરિયાણા, મહારાષ્ટ્ર, એમપી, યુ.પી. એ રાત્રી કર્ફ્યુ નું એલાન કરી દીધું છે અને નવી SOP જાહેર કર દીધી છે.

ગુજરાતમાં કોરોના ની પરિસ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 98 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોને જીવ કોરોના ના લીધે ગયા છે એના પહેલા 111 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ કે અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદમાં કોરોના ના 32 કેસ જ્યારે સુરતમાં 18 વડોદરામાં 10 અને રાજકોટમાં ૭ કેસ નોંધાયા છે આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ કોરોના ના કેસો નોંધાયા છે પરંતુ હજી સુધી ૨૪ જિલ્લા કોરોના મુક્ત છે.

100ટકા Vaccinated

ગઈકાલે સૌથી સારા સમાચાર દિલ્હી થી આવ્યા છે. જ્યા દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોરોનાના પહેલા ડોઝના 100 ટકા વેક્સિનેશન દિલ્હીવાસીઓ ને આપી દીધા છે. આ સિવાય અંદમાન નિકોબાર પણ 100 ટકા Vaccinated બન્યું છે dgnationalnews પણ તમને વિનંતી કરે છે કે જો તમારે  વેક્સિન લેવાની બાકી હોય તો વહેલી તકે લઈ લેવી.

Read MOre

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News