HomeGujaratપિત્ઝા રેસ્ટોરન્ટમાં મરચાની ડબીમાંથી ઇયળ નીકળી, ગ્રાહકે ફરિયાદ કરી તો મેનેજર નો...

પિત્ઝા રેસ્ટોરન્ટમાં મરચાની ડબીમાંથી ઇયળ નીકળી, ગ્રાહકે ફરિયાદ કરી તો મેનેજર નો જવાબ , ‘આવું તો ચાલ્યા કરે’

આણંદ શહેરમાં સોજીત્રા રોડ પર આવેલી એક જાણીતી પિત્ઝા રેસ્ટોરન્ટમાં મરચામાંથી ઇયળ નીકળતાં હોબાળો મચ્યો હતો. ગ્રાહકે આ બાબતે ફરિયાદ કરતાં તેને સંતોષકારક જવાબ આપવાને બદલે મેનેજરે તદ્દન બેફિકરાઇભર્યો જવાબ આપ્યો હતો.

8 1643418392

મળતી વિગતો અનુસાર, આણંદ શહેરમાં રહેતા ભરતભાઈ પરમાર પોતાના પરિવાર સાથે આણંદ સોજીત્રા રોડ પર આવેલા બ્રાન્ડ નેમ ધરાવતા પિત્ઝા રેસ્ટોરામાં જમવા ગયા હતા, જ્યાં મરચાની ડબીમાંથી ઇયળો નીકળતાં ભરતભાઇએ મેનજરને ફરિયાદ કરતાં તેણે ‘આવું તો ચાલ્યા કરે’ તેવો જવાબ આપી બિલ માફ કરવાની તૈયારી બતાવી હતી.

જેથી આ અંગે ભરતભાઈ પરમારે ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી રેસ્ટોરાના સંચાલક સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરવાની તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News