HomeLifestyleતહેવારો બાદ કોરોના ના કેસમાં મોટો ઉછાળો ..!!!

તહેવારો બાદ કોરોના ના કેસમાં મોટો ઉછાળો ..!!!

  • અમદાવાદમાં 6  મહિના પછી એક માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર,ઇસનપુર માં આવેલી દેવલ કેસલ ના 20 મકાનો ને કન્ટેઈનમેન્ટ વિસ્તાર માં મૂકવામાં આવ્યા છે.


કોરોના એકવાર ફરી વધી રહ્યો છે!

દિવાળીના વેકેશન પછી તમામ લોકો પોતાના કામે પાછા આવતા હોય છે . આ મહામારીનો દોર ચાલી રહ્યો છે અને કોરોના એકવાર ફરી વધીરહ્યો છે. અને દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. 10 નવેમ્બરના રોજ ગુજરાતમાં 42 કેસ, જ્યારે 11 નવેમ્બરના રોજ 40 કેસ આવ્યા. આ સિવાય સૌથી વધુ ચિંતાની સ્થિતિ એ અમદાવાદની છે કે જ્યાં 10 નવેમ્બરના રોજ ૧૬ જેટલા અને 11 નવેમ્બરના રોજ ૧૪ જેટલા કેસ નોંધાયા છે. આ સિવાય પણ ઘણી બધી જગ્યાએ સ્થિતિ ચિંતાતુર બની છે.

રસીકરણ તંત્ર માટે માથાભારે બન્યું!

અમદાવાદની અંદર છ મહિના પછી પહેલીવાર એક માઈક્રોકન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો. આ સિવાય ગાંધીનગરની અંદર ત્રણ મહિનાની પછી કોરોના વોર્ડની  શરૂઆત થઈ. અને જેવો ત્રણ મહિનાથી પછી તેને ખોલવામાં આવ્યું. ફક્ત કોરોના નહિ પરંતુ રસીકરણ પણ તંત્ર માટે માથાભારે બન્યું છે. ગુજરાતમાં આરોગ્ય મંત્રીના કહેવા પ્રમાણે શહેરમાં 9.30 લાખ લોકો એવા છે જેમણે પેહલા ડોઝ ના 42 દિવસ પછી પણ બીજો ડોઝ લીધો નથી. ઉત્તર ઝોન  સૌથી વધુ 1.60 લાખ નાગરિકોને હજુ રસીકરણ કરવાનું બાકી છે. શહેરમાં અત્યાર સુધીમાં 46.91 લાખ નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે 26.93 લાખ નાગરિકોને બીજો ડોઝ મળ્યો છે.

રસી  લીધેલ વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે તેથી….

દિવાળીના પહેલાની વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો Mask વગર ફરતા હતા. આ સિવાય દિવાળીના વેકેશનની અંદર લોકો પ્રવાસમાં ગયા અને હજી પણ ઘણા બધા લોકો પ્રવાસ પર છે, દિવાળીમાં ઘણી બધી જગ્યાએ ભીડ જોવા મળી એ સમયે તંત્રે ધ્યાન ન આપ્યું અને તંત્રની બેદરકારી અપનાવી.

આ સાથે જનતાએ આપણે થોડી ઘણી બેદરકારી અપનાવી, પરંતુ હવે આ બેદરકારી અપનાવવા જેવું કંઈ નથી. કોરોના રસી  લીધેલ વ્યક્તિને પણ કોરોના થઈ શકે છે તેથી DGNationalNews  આપ સૌને વિનંતી કરે છે કે સરકાર નહીં પરંતુ આપણે જાતે આપણી જવાબદારી સમજીએ અને તમામ  ગાઈડ લાઈનનું પાલન કરીએ, અને થઈ શકે ત્યાં સુધી માસ્ક પહેરી રાખીએ અને ભીડભાડવાળી જગ્યાએ ન જઈએ. અને જો વેક્સિન લેવાની બાકી હોય તો વહેલી તકે તમારા નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને વેક્સિન લઈ લેવી.

અન્ય સમાચાર :-

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News