HomeLifestylePUBG રમવા બાબતે ઠપકો આપતા સગીરે માતા અને 3 ભાઈ બહેન ની...

PUBG રમવા બાબતે ઠપકો આપતા સગીરે માતા અને 3 ભાઈ બહેન ની હત્યા કરી

 

ઑનલાઇન ગેમ્સ કેટલી ખતરનાક છે તેનો એક ભયાનક  કિસ્સો સામે આવ્યો છે. જેમાં PUBG ની લત ધરાવતા  સગીર પુત્રએ તેની માતા અને 3 ભાઈ-બહેનની હત્યા કરી હતી. આ ઘટના પાકિસ્તાનના લાહોરમાં બની હતી. કહાના વિસ્તારમાં એક મકાનમાંથી મહિલા આરોગ્ય કર્મચારી અને તેના મોટા પુત્ર અને બે પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મહિલાના સગીર પુત્રએ જ આ હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં ગયા અઠવાડિયે 14 વર્ષના કિશોરે તેની માતા, મોટા ભાઈ અને બે નાની બહેનોને ગોળી મારીને સમગ્ર પરિવારને મારી નાખ્યો. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, 45 વર્ષીય હેલ્થ વર્કર નાહિદ મુબારક, તેના 22 વર્ષીય પુત્ર તૈમૂર અને 17 અને 11 વર્ષની બે પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે તેમનો 14 વર્ષનો પુત્ર સુરક્ષિત છે. તપાસમાં એ જ હત્યારો સાબિત થયો હતો.

છૂટાછેડા પછી મહિલા તેના બાળકો સાથે રહેતી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, નાહિદ મુબારક છૂટાછેડા લીધેલ છે.નાહિદ મુબારકે પોતાના પરિવારની સુરક્ષા માટે પિસ્તોલ ખરીદી હતી અને તેની પાસે લાઇસન્સ પણ હતું. તે તેના બાળકો સાથે રહેતી હતી. પરંતુ સૌથી નાનો પુત્ર સતત ગેમ જ રમતો હોવાથી માતા તેને અવારનવાર ઠપકો આપતી હતી . ઘટનાના દિવસે નાહિદે તેના પુત્રને ઠપકો પણ આપ્યો હતો. બાદમાં રાત્રે કિશોરે કબાટમાંથી તેની માતાની પિસ્તોલ કાઢી અને તમામને ગોળી મારી દીધી હતી.

બીજા દિવસે, કિશોરે ધાબા પર ચઢીને બૂમ પાડી કે તે ઉપરના માળે છે અને કોઈએ તેના પરિવારની હત્યા કરી છે. એક પાડોશીએ પોલીસ ને જાણ કરી હતી ત્યારબાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News