HomeNationalચાર ધામ યાત્રા 2022 : 3 મેના રોજ યાત્રા શરૂ થઈ ત્યારથી...

ચાર ધામ યાત્રા 2022 : 3 મેના રોજ યાત્રા શરૂ થઈ ત્યારથી 6 દિવસમાં 20 શ્રદ્ધાળુઓના મોત

3 મેના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ લોકોએ હૃદયની સમસ્યા અને હાઈ એલ્ટિટ્યુડ સિકનેસના કારણે જીવ ગુમાવ્યો હતો. યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં 14 મુસાફરોના મોત થયા હતા. તેમની વચ્ચે એક નેપાળી મજૂર પણ છે. આ સિવાય કેદારનાથમાં 5 અને બદ્રીનાથમાં એકના મોત થયા છે. આમ છ દિવસમાં 20 યાત્રાળુઓના મોતથી યાત્રાના આયોજકો અને વહીવટીતંત્ર ચિંતામાં મુકાઈ ગયા છે.

કેદારનાથ અને યમુનોત્રી ધામ જવા માટે યાત્રાળુઓને મુશ્કેલ માર્ગે જવું પડે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ચાલવાથી ઠંડી સાથે ઓક્સિજનનો અભાવ હોય છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, અસ્થમાના દર્દીઓને ચાલવામાં તેમની તબિયત બગડવાનું જોખમ રહેલું છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News