HomeNationalજાણો તમામ નાની-મોટી વિગતો 26/11 ના એ કાળદિવસ ની ....

જાણો તમામ નાની-મોટી વિગતો 26/11 ના એ કાળદિવસ ની ….

26/11/2008

13 વર્ષ પહેલાં 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા મુંબઈમાં આચરવામાં આવેલ હત્યાકાંડને રાષ્ટ્ર ગંભીર હૃદયથી યાદ કરે છે.
મુંબઈમાં અનેક સ્થળોએ 166 લોકો આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા. મુંબઈ અને અન્ય સ્થળોએ આયોજિત વિવિધ કાર્યક્રમો દ્વારા તેમને યાદ કરવામાં આવે છે.

ઘટના ક્રમ

લશ્કરી તૈયાબાના  10 બંદૂકધારી આતંકવાદીઓ કરાચીથી al-hussein નામના જહાજ થી ભારતની દરિયાઈ સીમામાં ઘુસિયા  ત્યાં ભારતીય  હોળીને તેમણે કબજે કરી  તે હોળી ના  કેપ્ટન અને તેમના ટીમને બંધક બનાવ્યા અને ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે આ હોળી મુંબઈના દરિયાઈ તટ   મચ્છી બજાર આગળ પહોંચી ત્યાંથી આતંકવાદીઓની અલગઅલગ ટોળકી પાંચ જગ્યાએ ગઈ એક છત્રપતિ શિવાજી ટર્મિનસ બીજી Leopold Cafeત્રીીજી તાજ હોટલ ચોથી oberoi hotel હોટલ અને પાંચમી નરિમન હાઉસ 9 વાગ્યે ૪૦ મીનીટે છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ફાયરીંગ શરૂ થયું છત્રપતિ શિવાજી ટર્મિનસ પર  પટનાની ટ્રેન લેટ હતી પરંતુ આ ટ્રેન પેસેન્જરો માટે છેલ્લી ટ્રેન સાબિત થશે તેવું તેમને ખબર નથી 20 મિનિટની અંદર 52 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને 109 લોકોને ઘાયલ કરી નાખવામાં આવ્યા.Leopold Cafe માં 9:40 વાગ્યે તબાહીનો મંજર ચાલુ થયું  આના સિવાય તાજ હોટલ અને oberoi hotelમાં 10 વાગે ફાયરિંગ શરૂ થઈ અને ધીમે ધીમે ત્યાં રહેલા મહેમાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા  તાજ હોટલમાં સાડાચારસો અને ઓબરોય હોટલમાં 380 શહેરના  મહેમાનો હતા 10:25 મિનિટે નરીમન હાઉસમાં પણ આ જ ઘટના ક્રમ ચાલુ થયો.

લાશોના ઢેર

11 વાગ્યા સુધી મુંબઈ પોલીસને સમજણ આવી ગઈ કે આ કોઈ સામાન્ય ઘટના નથી કોઈ મોટો આતંકી હુમલો છે ત્યાં જ કામા હોસ્પિટલમાંથી લાશોના ઢેર એમ્બ્યુલન્સમાં થી ભરીને આવવા લાગ્યા અને એના જોતા તમામ પરિસ્થિતિ ધીમે ધીમે ખબર પડવા લાગી. તાજ હોટલ મા અમુક મહેમાનોને કિચનના રસ્તેથી બહાર મોકલવામાં આવ્યા  આતંકવાદીઓને રોકવા ગઈ સાત પોલીસની ટીમ માંથી છ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્ય.

મીડિયાની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ

દોઢસો લોકોને જ્યારે તાજ હોટલ માંથી બહાર કાઢી લેવામાં આવ્યા  8 કમાન્ડો ની ટીમ હોટેલમાં ઉતરી અને જ્યારે આ લોકો ગેસ્ટને બચાવવા ગયા ત્યારે તેમની live location મીડિયા દ્વારા બતાવવામાં આવી અને આતંકવાદીઓને તેનો ખૂબ ફાયદો થયો  મીડિયાની આ ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ રહીને આ માટે મીડિયા પર ઘણા બધા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા.

ખુફિયા એજંસી ઉપર સૌથી મોટો દાગ

આ આતંકવાદી હુમલામાં 160 લોકો માર્યા ગયા અને ૩૦૦ લોકો ઘાયલ થયા મુંબઈની આ રાત જીવનભર માટે યાદ રહી જાય તેવી હતી 10 આતંકવાદી માંથી નવ આતંકવાદી માર્યા ગયા અને આતંકી કસાબને તુકારામ નામના કોન્સ્ટેબલે પોતાના જીવ આપીને તેને પોલીસને સોંપ્યો તુકારામ કોન્સ્ટેબલની શહીદી સમગ્ર મુંબઈ પોલીસને સમ્માન અપાવે તેવી હતી અને ચહલ -પહલ થી ચાલતી મુંબઈનગરી ધીમે ધીમે લાશોના ઢેરમાં પરિવર્તિત થઈ આ કાળો  દિવસ ભારતીય  ખુફિયા એજંસી ઉપર સૌથી મોટો દાગ છે.

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News