મેંગલુરુ: અહીં એક ખાનગી હોસ્ટેલમાં રહેતા કુલ 137 નર્સિંગ અને પેરામેડિકલ વિદ્યાર્થીઓ રાત્રિભોજન કર્યા પછી ફૂડ પોઈઝનિંગને કારણે બીમાર પડ્યા છે, પોલીસ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. શહેરના પોલીસ કમિશનર એન શશિ કુમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Karnataka | Around 137 students of a private nursing and paramedical college in Shakthinagar area of Mangaluru were admitted to different hospitals in the city yesterday, after they complained of food poisoning, allegedly after having food at their hostel mess. pic.twitter.com/M8vmdZ6qW7
— ANI (@ANI) February 7, 2023
વિદ્યાર્થીઓએ પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી અને સોમવારે રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગનું કારણ પાણીનું દૂષણ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.