HomeNational26 વર્ષ ના હર્ષાને શિવમોગામાં ચાકુ ના ઘા મારવામાં આવ્યા ;...

26 વર્ષ ના હર્ષાને શિવમોગામાં ચાકુ ના ઘા મારવામાં આવ્યા ; તેણે હિજાબ વિરુદ્ધ પોસ્ટ લખી હતી

 

કર્ણાટકના શિવમોગા જિલ્લામાં રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે બજરંગ દળના કાર્યકરની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. 26 વર્ષીય બજરંગ દળ કાર્યકરનું નામ હર્ષ છે. હત્યા બાદ શિવમોગામાં તણાવ વધી ગયો છે. શિવમોગા નગરના સિગેહટ્ટી વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો. તોફાનો દરમિયાન અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભિક તપાસમાં, પોલીસ તેને હિજાબ વિવાદ સાથે પણ જોડી રહી છે, કારણ કે હર્ષાએ તેના ફેસબુક પ્રોફાઇલ પર હિજાબ વિરુદ્ધ અને કેસરી શાલના સમર્થનમાં એક પોસ્ટ લખી હતી.

હિન્દુ સંગઠનો હિજાબનો વિરોધ કરે છે

બજરંગ દળ સહિત અનેક હિન્દુ સંગઠનો શાળાઓમાં હિજાબ પહેરવાનો વિરોધ કરી રહ્યા છે. આ પહેલા કર્ણાટકના કોપામાં એક સરકારી શાળામાં ભગવા પહેરેલા વિદ્યાર્થીઓએ હિજાબનો વિરોધ કર્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શાળાએ વિદ્યાર્થીઓને કેસરી પહેરીને આવવાની મંજૂરી આપી હતી અને મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ ન પહેરવા કહ્યું હતું.

આ પછી, શાળાએ તેના આદેશમાં કહ્યું કે 10 જાન્યુઆરી સુધી, વિદ્યાર્થીઓ તેમની ઇચ્છા અનુસાર કપડાં પહેરી શકે છે. વિરોધમાં વિદ્યાર્થીઓએ કેસરી ખેસ પહેરવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ કર્ણાટકના બજરંગ દળના કન્વીનર સુનીલ કેઆરએ હિજાબ વિવાદને હિજાબ જેહાદ ગણાવ્યો હતો.

કોંગ્રેસ નેતાએ વિડિયો જાહેર કરીને કહ્યું-

કર્ણાટક હિજાબ કેસમાં કર્ણાટક કોંગ્રેસના એક નેતાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે હિજાબનો વિરોધ કરનારાઓને ધમકી આપતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં મુકરમ ખાન કહેતા જોવા મળે છે કે હિજાબનો વિરોધ કરનારાઓના ટુકડા કરી દેવામાં આવશે.

ખાને કથિત રીતે કહ્યું હતું કે અમારી જાતિ (ધર્મ)ને નુકસાન ન પહોંચાડો, બધી જાતિઓ સમાન છે. તમે કંઈપણ પહેરી શકો છો, તમને કોણ રોકશે? પોલીસે કોંગ્રેસ નેતા વિરુદ્ધ IPCની કલમ 153 (A), 298 અને 295 હેઠળ કેસ નોંધ્યો છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News