HomeNationalદિલ્હીના મયુર વિહારમાં સ્થાનિક બીજેપી નેતાની તેમના ઘરની બહાર ગોળી મારી હત્યા...

દિલ્હીના મયુર વિહારમાં સ્થાનિક બીજેપી નેતાની તેમના ઘરની બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી.

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં બુધવારે સાંજે ભાજપના 42 વર્ષીય સ્થાનિક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી,પોલીસે જણાવ્યું હતું..

આ વ્યક્તિની ઓળખ જીતુ ચૌધરી તરીકે થઈ છે, જે મયુર વિહારના ફેઝ 3માં રહે છે.

ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, ચૌધરી બુધવારે તેમના ઘરની બહાર કેટલાક લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા બાઇકસવારોએ તેમના પર  ગોળીઓથી હુમલો કર્યો હતો.

આરોપીઓએ ભાજપના નેતાને માથામાં, પેટમાં અને આસપાસના વિસ્તારોમાં ગોળી મારી હતી

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચૌધરીને તાત્કાલિક નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

અહેવાલો મુજબ, ગુનાના સ્થળેથી કેટલાક કારતુસ મળી આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચાર

બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનની આજથી ભારત મુલાકાત

સુરત દુર્ઘટનામાં પતિએ પત્નીની હત્યા કરી આપઘાત કર્યો, બે બાળકો નિરાધાર

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News