HomeNationalકોંગ્રેસને વધુ એક ઝટકો, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડીએ રાજીનામું આપ્યું

કોંગ્રેસને વધુ એક ઝટકો, આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડીએ રાજીનામું આપ્યું

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

11 માર્ચના રોજ લખેલા પત્રમાં અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને રેડ્ડીએ લખ્યું, “કૃપા કરીને આ પત્રને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી મારા રાજીનામા તરીકે સ્વીકારો.”

રેડ્ડી અવિભાજિત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી હતા.

રેડ્ડીએ અગાઉ 2014માં આંધ્ર પ્રદેશનું વિભાજન કરવા અને તેલંગાણા બનાવવાના તત્કાલીન યુપીએ સરકારના નિર્ણયને લઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

તેમણે પોતાની રાજકીય પાર્ટી જય સામૈક્યંધ્ર પાર્ટી શરૂ કરી હતી પરંતુ 2018માં કોંગ્રેસમાં પરત ફર્યા હતા.

રેડ્ડીના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ મણિકમ ટાગોરે રવિવારે કહ્યું કે જેમણે પાર્ટી પાસેથી બધું મેળવ્યું અને આંધ્ર પ્રદેશ કોંગ્રેસને ખતમ કરી દીધી તેઓ હવે ભાજપમાં જાય છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News