HomeNationalનક્સલીઓ સુધી પહોંચ્યા BSFના હથિયાર !!!!!

નક્સલીઓ સુધી પહોંચ્યા BSFના હથિયાર !!!!!

BSFના  જવાનોની મદદથી નક્સલીઓ…..

 

BSF કે જે ભારત ની સુરક્ષા કરે છે તેના પર હાલ ઝારખંડ પોલીસના એન્ટિ ટેરેરિઝમ સ્કોડ (ATS)  દ્વારા BSFના  જવાનોની મદદથી નક્સલીઓ અને ગેંગસ્ટરો ને  હથિયાર સપ્લાય કરવાનું સમગ્ર મામલો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેથી BSF પર ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે તો આવો જાણીએ કે સમગ્ર મામલો છે શું?

BSF જવાનો સામેલ છે?

ઝારખંડ ATS ના SP  પ્રશાંત આનંદ અને IG દ્વારા ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને  જાણકારી આપવામાં આવી કે આ મામલામાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમના પાસેથી ૯૦૦૦ થી વધુ કારતૂસો, 14 હાઇટેક પિસ્તોલ , 21મેગેઝિન સહિતની વસ્તુઓ મળી આવેલ છે જેને જપ્ત કરવામાં આવી છે. આ આ નવ લોકોમાં પંજાબ ના ફિરોઝપુર BSF-116 બટાલિયનના કોન્સ્ટેબલ કાર્તિક બહેરા ,બિહારના સારણથી  BSF-114 બટાલિયનના સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર અરૂણસિંહ તેમજ MPથી કુમાર ગુલાલ, શિવપાલ ધવલ ,ચૌહાણ માનસિંહ અને તે બધાનો માસ્ટરમાઈન્ડ અરુણ  સામેલ છે.

વિસ્તૃત શોધખોળ….

Ig એ પણ કહ્યું કે આ ટોળકી ઝારખંડ સહિત સમગ્ર ભારતની અંદર નક્સલીઓ અને સંગઠિત ગુનેગારોને  હથિયારનો સપ્લાય કરતી આવી છે એસપી પ્રશાંત દ્વારા જણાવવામાં આવ્યું કે ટોળકીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર બીએસએફના જવાન પણ સામેલ છે એટીએસની ટીમ પૂછપરછ પછી ઘણા બધા લોકોની ધરપકડ કરી છે Ig  દ્વારા જણાવવામાં આવ્યું કે આ માહિતી મળતા બીજી ઘણી સુરક્ષા એજન્સીઓ એ અનેક ઠેકાણે દરોડા પાડયા છે અને આની વિસ્તૃત શોધખોળ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલા નું નેતૃત્વ એસીપી કપિલ ચૌધરી દ્વારા કરવામાં આવેલું હતું.

 

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News