HomeNationalચેન્નાઈ: ભારે વરસાદ વચ્ચે 100 વર્ષ જૂની ઈમારત ધરાશાયી થતાં 2ના મોત,...

ચેન્નાઈ: ભારે વરસાદ વચ્ચે 100 વર્ષ જૂની ઈમારત ધરાશાયી થતાં 2ના મોત, 3 ઘાયલ

ચેન્નાઈ: શહેરના NSC બોસ રોડ પર શુક્રવારે (5 નવેમ્બર) રાત્રે 100 વર્ષ જૂની ઈમારતનો એક ભાગ ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ચેન્નાઈ પોલીસના જણાવ્યા અનુસાર ફાયર સર્વિસના જવાનોએ ઘાયલોને બચાવ્યા અને કાટમાળ હટાવવામાં મદદ કરી.

છેલ્લા બે દિવસથી શહેરમાં પડેલા વરસાદને કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે (4 નવેમ્બર) આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસ સુધી તમિલનાડુ, કેરળ અને પુડુચેરી રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. IMD એ જણાવ્યું કે, “આગામી 3 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને કેરળમાં ભારે વરસાદની સ્પેલ ચાલુ રહેવાની સંભાવના છે.”

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News