નવી દિલ્હી: ગુરુવારે રાત્રે IGI એરપોર્ટના અધિકારીઓ દ્વારા મોસ્કોથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભરી ઈમેલ ચેતવણી મળ્યા બાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધમકીના મેલ બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી અને એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફ્લાઇટ મોસ્કોથી સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર આવવાની હતી. “આજે રાત્રે 3:20 વાગ્યે મોસ્કોથી ટર્મિનલ 3 (T3) પર આવી રહેલી ફ્લાઈટમાં 11:15 કલાકે બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. ફ્લાઈટ નંબર SU232 રનવે 29 પર ઉતરી હતી,” એક અધિકારીએ જણાવ્યું હતું.
ફ્લાઇટમાંથી કુલ 386 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર્સને ઉતારવામાં આવ્યા હતા.
A call about a bomb in the flight coming from Moscow to Delhi was received last night. The flight landed in Delhi at around 3.20 am. All passengers and crew members were deboarded. Flight is being checked and investigation is underway: Delhi Police pic.twitter.com/2nDBWJhZWW
— ANI (@ANI) October 14, 2022
આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આવી ઘટના પહેલીવાર નથી બની. 10 સપ્ટેમ્બરના રોજ, એરપોર્ટ પર લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ માટે બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો ત્યારબાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી.
“અમને લંડન જતી ફ્લાઈટ અંગે બોમ્બની ધમકીનો કોલ મળ્યો હતો. ગુરુવારે રાત્રે 10.30 વાગ્યે, આઉટર દિલ્હીના રણહોલા પોલીસ સ્ટેશનની લેન્ડલાઈન પર એક ફોન આવ્યો હતો. કોલ કરનારે કહ્યું હતું કે 9/11ના હુમલાની તર્જ પર. યુએસ, લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવામાં આવશે, એમ દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.