પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર વજીરાબાદ શહેરમાં હુમલો થયો છે. હુમલામાં ઈમરાન ખાન ઘાયલ થયો હતો. તેને પગમાં ગોળી વાગી હતી. ઈમરાન ખાન પર આ હુમલો આઝાદી માર્ચ દરમિયાન થયો હતો. હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. શૂટરોની ધરપકડ કરવામાં આવી છે.
ભારતની પ્રથમ પ્રતિક્રિયા
ઈમરાન ખાન પરના હુમલા પર ભારતનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, આ ઘટના હમણાં જ બની છે. અમે ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ અને ચાલી રહેલી ઘટનાઓ પર અમે નજર રાખીશું. દરમિયાન હુમલા બાદ ઈમરાન ખાનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું, “અલ્લાહે મને નવું જીવન આપ્યું છે. હું ફરીથી મારી બધી તાકાતથી લડીશ.”
#WATCH | “It’s a development that just took place. We’re closely keeping an eye on and we’ll continue to monitor ongoing developments,” says MEA Spokesperson Arindam Bagchi on firing on former Pakistan PM Imran Khan’s rally in Wazirabad, Pakistan wherein he too is injured pic.twitter.com/yx5G5f7D9b
— ANI (@ANI) November 3, 2022
પાકિસ્તાનના વડા પ્રધાને પ્રતિક્રિયા આપી
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું, “મેં ગૃહમંત્રીને આ ઘટના અંગે રિપોર્ટ માંગવા કહ્યું છે. હું ઇમરાન ખાન અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.” ઈમરાન ખાનની વિરોધ માર્ચ દરમિયાન તેમના કન્ટેનર-ટ્રક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમને પગમાં ગોળી વાગી હતી, પરંતુ તેઓ ખતરાની બહાર છે. પંજાબના વજીરાબાદ શહેરમાં અલ્લાહવાલા ચોક પાસે એક અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. ફૂટેજ મુજબ 70 વર્ષીય ખાનને જમણા પગમાં ગોળી વાગી હતી. ચેનલે કહ્યું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે ખતરાની બહાર છે.
જિયો ટીવીના સમાચાર અનુસાર, પૂર્વ વડાપ્રધાન જે કન્ટેનર-ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા તેના પર એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો. ચેનલ અનુસાર, એક વ્યક્તિની ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ખાન સુરક્ષિત છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે ખાનને પણ ઈજા થઈ હતી અને તેને પગમાં ગોળી વાગી હતી. એવા પણ અહેવાલ છે કે ખાનના નજીકના સેનેટર ફૈઝલ જાવેદ પણ હુમલામાં ઘાયલ થયા છે.