HomeNationalસ્વેદેશી યુદ્ધવિમાન તેજસની ક્ષમતા વધારવા માટે ભારતે ફ્રેન્ચ 'હેમર' મિસાઇલોનો ઓર્ડર આપ્યો

સ્વેદેશી યુદ્ધવિમાન તેજસની ક્ષમતા વધારવા માટે ભારતે ફ્રેન્ચ ‘હેમર’ મિસાઇલોનો ઓર્ડર આપ્યો

ભારતે તેના હળવા યુદ્ધ વિમાન (LCA ) તેજસ ફાઇટર જેટની ક્ષમતામાં વધારો કરવા માટે ફ્રાન્સ પાસેથી ‘હેમર’ (HAMMER ) મિસાઇલો મંગાવી છે. હાલમાં તેજસ યુદ્ધવિમાનો ઉત્તરીય સરહદો પર ચીન સાથે મુકાબલો કરવા તૈનાત છે.

આ મિસાઈલ ખરીદીના પરિણામે તેજસ જેટ 70 કિલોમીટર દૂરથી જ દુશ્મન બંકરોને નાબૂદ કરવામાં સક્ષમ હશે. ટોચના સરકારી સૂત્રોએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે આવી લાંબી રેન્જમાંથી દુશ્મનના લક્ષ્યાંકોને તોડી પાડવાની ક્ષમતા મેળવ્યા બાદ સ્વદેશી વિમાનો બાલાકોટ-શૈલીના હવાઈ હુમલાઓ વધુ ચોકસાઈ અને સારી રીતેથી કરી શકશે.

hammer missile model

લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ માટે ફ્રાન્સ તરફથી HAMMER (હાઇલી એજાયલ મોડ્યુલર મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ) મિસાઇલો તેમજ રાફેલ માટે સમાન મિસાઇલોનો ઓર્ડર ઇમર્જન્સી સત્તાવાળાઓ હેઠળ આપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના શસ્ત્રાગારમાં મોટા ઓર્ડર હેઠળ સેંકડો જેટલી મિસાઇલો ઉમેરવામાં આવશે.

“ફ્રેન્ચ હેમર મિસાઇલો અમને પૂર્વીય લદ્દાખ જેવા પહાડી ઊંચાઇવાળા સ્થળો પરના દુશમન લક્ષ્યો પર હુમલો કરવાની અમારી ક્ષમતાને સુધારવામાં મદદ કરશે,” એક સ્ત્રોતે ઉમેર્યું. પૂર્વ લદ્દાખ વિસ્તારમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે ચાલી રહેલા યુદ્ધમાહોલને કારણે સૈન્ય દળોને ઇમર્જન્સીની સત્તા આપવામાં આવી છે.

ભારતીય વાયુ સેનાએ પહેલેથી જ બે એલસીએ તેજસ ફાઇટર સ્ક્વોડ્રનને યુદ્ધ તેમજ સંરક્ષણ માટે કમિશન કરી છે અને આગામી થોડા વર્ષોમાં વધુ ચાર સ્ક્વૉર્ડન મેળવવાની અપેક્ષા રાખે છે. તેનો ઉપયોગ મિગ-૨૧ ઇન્વેન્ટરીને બદલવા માટે કરવામાં આવશે. જે તબક્કાવાર રીતે નિષ્ક્રિય કરવામાં આવી રહી છે. “LCA તેજસ એ ચીન દ્વારા વિકસિત JF-17 ની સામે નોંધપાત્ર રીતે શ્રેષ્ઠ એરક્રાફ્ટ છે, અને હંમેર મિસાઈલ તેની સામેની લડાયક ક્ષમતાના સંદર્ભમાં વધુ ધારદાર પુરવાર થશે.” એક સ્ત્રોતે ઉમેર્યું.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News