HomeGujaratજીગ્નેશ મેવાણી ના ટ્વીટથી સરકાર સવાલોના ઘેરામાં!!

જીગ્નેશ મેવાણી ના ટ્વીટથી સરકાર સવાલોના ઘેરામાં!!

સરકારને પ્રશ્નોનોના ઘેરામાં

આજના રોજ દલિત આગેવાન જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર પર ગંભીર આરોપ લગાવતા ટ્વીટ કરવામાં આવ્યું અને  સરકારને પ્રશ્નોના ઘેરામાં મુકતાની સાથે  આસિત વોરા ના રાજીનામાંની માંગ કરવામાં આવી .

જીગ્નેશ મેવાણીનું  ટ્વીટ

જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે ગુજરાતની અંદર પેપર ફુટે છે પેપર ફોડનારને સજા થાય છે અને ફૂટેલું પેપર રદ પણ થાય છે તો પછી આસિત વોરા નું રાજીનામુ કેમ નથી થતું તેઓ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહે છે કે શું આસિત વોરા નું રાજકીય પ્રભુત્વ એટલું બધું શક્તિશાળી છે કે ગુજરાત સરકાર તેમનું રાજીનામું લઇ શકતી નથી અથવા સરકારના કાળા કામોની યાદી આસિત વોરા પાસે છે તેથી સરકાર તેમને બચાવવા માંગે છે કે જેથી તે પોતે પણ બચી શકે!

સરકાર પર આરોપ લગાવનાર જીગ્નેશ મેવાણી છે કોણ?

જીગ્નેશ મેવાણી ગુજરાતની અંદર દલિત આગેવાન તરીકે ઉભરીને આવ્યા છે તેઓની રાજનૈતિક સફર આમ આદમી પાર્ટીથી શરૂ થઈ હતી ત્યારબાદ તેઓએ ઉનામાં દલિત આંદોલન કર્યું અને પછી તેઓએ વડગામ થી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી ને હાલમાં જ તેઓ કોંગ્રેસમાં ઓપચારિક રીતે જોડાયેલા છે આમ તો જીગ્નેશ મેવાણી નેતાની  પહેલા પત્રકાર પણ  હતા.

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News