HomeNationalએમેઝોન પર ગાંજો 'કઢી પત્તા' તરીકે વેચાઈ છે: વેપારી મંડળે NCB તપાસની...

એમેઝોન પર ગાંજો ‘કઢી પત્તા’ તરીકે વેચાઈ છે: વેપારી મંડળે NCB તપાસની માંગ કરી

કન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે ‘કઢી પત્તા’ની આડમાં ગાંજાનું વેચાણ કરવા માટે એમેઝોનનો ઉપયોગ કરતા વિક્રેતા અંગેના અહેવાલોની NCB તપાસની માંગણી કરી છે.

ટ્રેડર્સ બોડીના સેક્રેટરી-જનરલ પ્રવીણ ખંડેલવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મધ્યપ્રદેશમાં ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા ગાંજાના કથિત વેચાણ અંગેના અહેવાલોની NCB તપાસની માંગ કરી હતી.

મધ્યપ્રદેશ પોલીસે રવિવારે ભિંડ જિલ્લામાં એક રસ્તામાં આવેલ ભોજનાલયથી 20 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, બંનેએ પોલીસને જણાવ્યું હોવાનું માનવામાં આવે છે કે તેઓએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી ગાંજાની દાણચોરી કરવા માટે એમેઝોનનો ઉપયોગ કર્યો હતો.

WhatsApp Image 2021 11 16 at 12.48.46 PM 1 2

“આ જ એમેઝોન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને છેલ્લા ચાર મહિનામાં લગભગ એક ટન (1,000 કિગ્રા) ગાંજાનો તેઓ દ્વારા પહેલેથી જ સંગ્રહ કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર મહિનામાં રૂ. 1.10 કરોડના નાણાકીય વ્યવહારો થયા હતા, ભીંડના ડીએસપી મનોજ કુમાર સિંહે ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ નામના સમાચારપત્રને જણાવ્યું હતું.

સિંઘે અન્ય ન્યુઝ સંસ્થાને જણાવ્યું હતું કે આ બંને “ડ્રગ પેડલિંગ ગેંગ” નો ભાગ છે, અને ઉમેર્યું હતું કે પોલીસ આ કેસના સંબંધમાં “અન્ય ચાર ઓળખાયેલ અને છ અજાણ્યા આરોપીઓ” ને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

સંબંધિત સરકારી તપાસ એજન્સીને શંકા છે કે આ રેકેટ પાછળના માસ્ટરમાઇન્ડે ભીંડ (MP), આગ્રા (UP), દિલ્હી, ગ્વાલિયર (MP) અને કોટા (રાજસ્થાન)માં એજન્ટોને કરી પત્તા (કઢી પત્તા / કઢી લીમડો )ની આડમાં ગાંજાની દાણચોરી કરી હતી.

એક અહેવાલ મુજબ, MP પોલીસે આ કેસના સંબંધમાં એમેઝોન ઇન્ડિયા કંપનીના સ્થાનિક અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.

દરમિયાન, એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની તપાસ કરી રહી છે કે શું કંપનીના નીતિનિયમોનું વેચનાર દ્વારા કોઈ પાલન ન થયું હતું કે નહિ?

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News