HomeNational'10 દિવસમાં મંદિર દૂર કરો, નહીં તો...': ઓહ માય ગોડ! ભગવાન...

’10 દિવસમાં મંદિર દૂર કરો, નહીં તો…’: ઓહ માય ગોડ! ભગવાન હનુમાનને રેલ્વેમાંથી હાંકી કાઢવાની નોટિસ મળી

ભારતીય રેલ્વેએ ભગવાન હનુમાનને નોટિસ મોકલીને જણાવ્યું છે કે ઝારખંડના ધનબાદ શહેરમાં એક મંદિરનું અતિક્રમણ કરવામાં આવ્યું છે. નોટિસમાં ભગવાન હનુમાન મંદિરને દૂર કરવા અને ખાલી પડેલી જમીન 10 દિવસમાં રેલવે સેક્શન એન્જિનિયરને સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આ નોટિસ શહેરના વેસ્ટ ડેમ પાસે આવેલા મંદિરની દિવાલ પર ચોંટાડવામાં આવી છે. સીધા હનુમાનજીને સંબોધીને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમે રેલવેની જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે. આ કાયદાકીય ગુનો છે. જો 10 દિવસમાં આ જગ્યા ખાલી નહીં કરવામાં આવે તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોટિસની છેલ્લી લાઇન કહે છે કે તેને ખૂબ જ મહત્વપૂર્ણ ગણો.

રેલવેએ મંદિરની નજીક આવેલી ખાટિક બસ્તીમાં રહેતા લગભગ પાંચ ડઝન લોકોને અતિક્રમણ વિરુદ્ધ નોટિસ મોકલી છે. આ દરમિયાન હનુમાન મંદિરને પણ અતિક્રમણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. અતિક્રમણ હટાવવાની નોટિસ મેળવનાર લોકોનું કહેવું છે કે તેઓ 1921થી અહીં રહે છે. તેઓ ફળ, માછલી, શાકભાજી વેચવાનો નાનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રેલ્વે ટીમે આ વિસ્તારના તમામ મકાનોને ગેરકાયદેસર કબજો તરીકે ખાલી કરવાની નોટિસ ચોંટાડી છે.

રેલવેની નોટિસનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. સોમવાર અને મંગળવારે મોટી સંખ્યામાં લોકો મંદિર પાસે એકઠા થયા હતા અને રેલવેની નોટિસનો વિરોધ કર્યો હતો.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News