મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં મંગળવારે સાંજે શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે દ્વારા સંબોધિત જાહેર સભા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો. પરંતુ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બે હરીફ જૂથો દ્વારા માત્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કોઈ પથ્થરમારો થયો નથી. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ ટ્વિટ કર્યું હતું કે, મહાલગાંવ વિસ્તારમાં જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે સભાની દિશામાં ત્રણ-ચાર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે, આ હિંદુ અને દલિત સમુદાયો વચ્ચે ઝઘડો ઉભો કરવાનો પ્રયાસ છે અને અમે તેની નિંદા કરીએ છીએ.
सदर गोंधळ घालणारे मिंधे गटाचे आमदार रमेश बोरणारे यांच्या नावाच्या घोषणा देत होते. आदित्य साहेबांच्या सुरकक्षेकडे दुर्लक्ष करणाऱ्या अधिकाऱ्यांवर आणि पोलीस अधिक्षकांवर कारवाई झालीच पाहिजे.
— Ambadas Danve (@iambadasdanve) February 7, 2023
દાનવેએ એવી પણ માગણી કરી હતી કે ઠાકરેના કાર્યક્રમમાં પૂરતી સુરક્ષા ન આપવા બદલ એસપી સહિતના પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. જિલ્લા પોલીસ અધિક્ષક મનીષ કલવાણીયાએ જોકે, પથ્થરમારો થયો હોવાનો ઇનકાર કર્યો હતો. બે જૂથો દ્વારા માત્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.