HomeNationalCAA પ્રદર્શન: સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર, કહ્યું : નહીં સાંભળે...

CAA પ્રદર્શન: સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર, કહ્યું : નહીં સાંભળે તો પરિણામ ભોગવવા તૈયાર રહો

નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) ના વિરોધ દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને મોકલવામાં આવેલી વસૂલાત નોટિસ માટે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સખત ઠપકો આપ્યો છે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સમગ્ર વસૂલાતની કાર્યવાહી પાછી ખેંચી લેવાની ચેતવણી આપી હતી. જો આમ કરવામાં નહીં આવે, તો કોર્ટ નિયમો વિરુદ્ધની કાર્યવાહીને રદ કરશે.

શું બાબત છે?
CAA વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ દેખાવો થયા હતા. આ સમયગાળા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું.
ઉત્તર પ્રદેશ સરકારે નુકસાનની વસૂલાત માટે રિકવરી નોટિસ મોકલી હતી.
પરવેઝ આરિફ તુટુએ જાન્યુઆરી 2020માં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી આ નોટિસો સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમનું કહેવું છે કે આ નોટિસ 2009 અને 2018માં સુપ્રીમ કોર્ટના નિર્ણયોની વિરુદ્ધ છે.

ADM નિર્ણય ન લઈ શકે – સુપ્રીમ કોર્ટ

CAA PROTEST
CAA દરમિયાન પ્રદર્શનો સંબંધિત મામલાઓની સુનાવણી

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાન્તની બેન્ચે કહ્યું કે આ નોટિસો પર નિર્ણયો ન્યાયિક અધિકારીઓએ નહીં પણ વધારાના જિલ્લા અધિકારીઓ (ADM) દ્વારા લેવામાં આવ્યા હતા.
ખંડપીઠે કહ્યું, “તમે ફરિયાદી બનો, તમે પોતે જ તેનો નિર્ણય લેવાનું શરૂ કર્યું અને પછી તમે આરોપીની સંપત્તિઓ જપ્ત કરી રહ્યા છો.”
બેંચે ઉત્તર પ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદને પૂછ્યું કે, “જ્યારે અમે કહ્યું કે નિર્ણય ન્યાયિક અધિકારીઓએ લેવાનો રહેશે, તો પછી એડીએમ કેવી રીતે કામ કરી રહ્યા છે?”

સુપ્રીમ કોર્ટ કયા નિર્ણયની વાત કરી રહી હતી?
2009 માં, સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે ન્યાયાધીશને આવા કેસોમાં નુકસાનીનો અંદાજ કાઢવા અને જવાબદારીઓની તપાસ કરવાની સત્તા હશે. 2018માં આપવામાં આવેલા અન્ય નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે આ જ મુદ્દાને પુનરાવર્તિત કર્યો હતો.

જો તમે નહીં કરો, તો અમે નોટિસો રદ કરીશું – કોર્ટ
બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું કે કાયદો ઘડવામાં આવે તે પહેલા એડીએમ આ નોટિસ કેવી રીતે જારી કરી રહ્યા હતા અને કેઈ રીતે આ નોટિસો સુપ્રીમ કોર્ટના નિર્ણયોનું ઉલ્લંઘન કરતી નથી?
કોર્ટે કહ્યું, “અમે આ નોટિસોને રદ્દ કરીશું અને પછી તમને નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા મળશે. તમે આવતા શુક્રવાર સુધીમાં જણાવો કે તમે શું કરવા માંગો છો અને અમે આદેશ આપીને મામલો બંધ કરી દઈશું.”

“એક્શન ન લેવાના પરિણામોનો સામનો કરવા તૈયાર રહો”
કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કાર્યવાહી કરવા માટે 18 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.
ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું, ” આ અરજી ડિસેમ્બર, 2019માં મોકલવામાં આવેલી નોટિસોથી સંબંધિત છે. તમે આ નોટિસોને આસાનીથી પાછી ખેંચી શકો છો. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં 236 નોટિસો પછી ખેંચવી મોટી વાત નથી. જો તમે આ નોટિસો પાછી નહીં ખેંચી લો તો પરિણામ ભોગવવા તૈયાર રહો. અમે તમને કહીશું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેવી રીતે અમલમાં મૂકવો.”

ઉત્તર પ્રદેશ સરકારે કુલ 274 નોટિસ મોકલી હતી
સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કહ્યું કે આ મામલામાં 106 FIR નોંધવામાં આવી છે. કુલ 274 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાંથી 38 કેસ બંધ કરવામાં આવ્યા છે અને 236માં ઓર્ડર પાસ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News