ઉત્તર પ્રદેશ: રવિવારે મોડી રાત સુધી ઉત્તર પ્રદેશમાં વરસાદ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. મોટા ભાગના મૃત્યુ મકાન ધરાશાયી થવાના કેસમાં નોંધાયા છે. છેલ્લા 48 કલાક દરમિયાન અવિરત વરસાદને પગલે રાજ્યની તમામ મોટી નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગે સોમવારે રાજ્યના પૂર્વ, મધ્ય ભાગો, બુંદેલખંડ, તેરાઈ બેલ્ટ અને રોહિલખંડ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
લખનૌ, નોઈડા, ગાઝિયાબાદ, કાનપુર, રામપુર અને મેરઠના જિલ્લા મેજિસ્ટ્રેટે સોમવારે તમામ શાળાઓને ધોરણ 12 સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જ્યારે આગ્રા અને અલીગઢ વહીવટીતંત્રે સોમવાર અને મંગળવારે શાળાઓમાં રજા જાહેર કરી છે.
ગોરખપુરના બરહાલગંજમાં બોટ પલટી જવાથી બલરામપુર જિલ્લાના લગભગ 400 ગામો પૂરમાં ડૂબી ગયા છે અને બે વ્યક્તિઓ વહી ગયા છે.
લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે અને લોકોને ભીડવાળી જગ્યાઓ અને જર્જરિત ઈમારતોથી દૂર રહેવાની સલાહ આપી છે. કેટલાક જિલ્લાઓએ વરસાદ સંબંધિત સમસ્યાઓથી પ્રભાવિત લોકો માટે હેલ્પલાઈન ખોલી છે.