HomePolitics12 રાજ્યસભા સાંસદ નિષ્કાસિત...

12 રાજ્યસભા સાંસદ નિષ્કાસિત…

નિષ્કાસિત

આજરોજ 17મી લોકસભાના 2021ના  શિયાળુ સત્ર (વિન્ટર સેશન) ની  શરૂઆત થઈ  પહેલા દિવસે રાજ્યસભા ખૂબ જ હંગામેદાર રહી આખા દિવસની અંદર રાજ્ય સભા એ સતત પોતાની જૂની- જૂની ભૂલો સુધારી સત્તાપક્ષે 3 એ કાયદા પાછા ખેંચ્યા છે અને એની સાથે વિપક્ષમાંથી 12 સાંસદોને  નિષ્કાસિત કર્યા તો આવો જાણીએ આ 12 સાંસદ છે કોણ અને તેમને કયા કારણોસર નિષ્કાસિત કરવામાં આવ્યા?

સંદનની મર્યાદા

સંદનના કાર્યવાહી મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે 11 ઓગસ્ટ 2021 કે જ્યારે રાજ્ય સભા2021ના  ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ હતો એ સામે વિપક્ષના 12 સાંસદો દ્વારા સંદન ની અંદર  સંદનની મર્યાદા તૂટે એવા  કાર્યો કરેલા હતા તેથી તેમણે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને રાજ્યસભા એ આ પ્રસ્તાવ સ્વીકાર કર્યો છે જેથી 12 સાંસદો નિલંબિત થયા છે આ ૧૨ સાંસદોમાંથી શિવસેના ,કોંગ્રેસ ,cpi અને સીપીએમના સાંસદો સામેલ છે જેમાં cpm થી અલારામ કરીમ,cpiથી વિનય વિશ્રામ,શિવસેના થી  પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ જ્યારે કોંગ્રેસથી ફૂલા દેવી નેતામ, છાયા વર્મા,  રાજ મણી પટેલ, સૈયદના સુર હુસૈન અને અખિલેશ પ્રતાપસિંગ ના નામ છે.

લોકતાંત્રિક મંદિર

ભારતના લોકતાંત્રિક મંદિર તરીકે લોકસભા અને રાજ્યસભા ઓળખવામાં આવે છે આ બંને ગૃહને ભારતનું લોકતાંત્રિક મંદિર કહે છે અને આ જ મંદિરમાં આપણે ચૂંટેલા લોકોને આપણી વાતને રજુ કરવા માટે મોકલતા હોય છે પરંતુ અમુક સમયે સત્તા પક્ષ દ્વારા અને અમુક સમય વિપક્ષની ગેરનીતિને કારણે  આજ મંદિરમાં હંગામો થાય છે સરકાર વિપક્ષ ને બોલવા દેવા ઇચ્છતી નથી વિપક્ષ સરકાર પાસેથી માફીની આશા રાખે છે અને આ બધાની વચ્ચે સંદનની મર્યાદા સદંતર તૂટતી જાય છે અને અંતે આ વિરોધનો રૂપ લે છે ને જ્યાં શાંતિથી નહિ અશાંતિથી વાત થાય છે અને સરકાર બહુમતી નો ઉપયોગ કરીને વિપક્ષના  સાંસદોને  નિષ્કાસિત  કરે છે ..

 

read more

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News