HomePoliticsત્રણે કૃષિ કાયદા બાદ સરકાર બદનામીથી બચી!!

ત્રણે કૃષિ કાયદા બાદ સરકાર બદનામીથી બચી!!

ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચાયા

આજરોજ શિયાળા સત્રની શરૂઆત થઈ અને શરૂઆત થતાની સાથે જ 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ 11 વાગ્યે ૧૨મી મિનિટે રાત લોકસભા સ્થગિત થઈ ત્યારબાદ બાર વાગ્યે ફરીથી કાર્યવાહી શરૂ થઈ અને 12:12 વાગ્યા સુધી ત્રણે કૃષિ કાયદા  વાપસી બિલ પારીત થયું અને ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચાયા ત્યારબાદ બે વાગ્યે બે વાગ્યા સુધી રાજ્ય સભા ની અંદર પણ આ આ ત્રણે કાયદા પાછા ખેંચાઇ ગયા.

ચર્ચા કરી નહીં

ફક્ત અડધો કલાકથી પણ ઓછા સમયગાળામાં જે કૃષિ કાયદાએ ૭૦૦થી 750 ખેડુતોનો જીવ લીધો તે કૃષિ કાયદા નિરસ્ત બન્યા જ્યારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચાઇ રહ્યા હતા એ સમયે વિપક્ષ એક ટકોર ચર્ચાની માંગ કરતો રહી ગયો પરંતુ સરકાર ઝુકી નહિ અને તેણે આ ત્રણે કૃષિ કાયદા વાપસી બિલ ધ્વનિ મતથી ફટાફટ પસાર કરાવી લીધા અને ચર્ચા કરી નહીં રાજ્ય સભા અને  લોકસભા બંને ગૃહ ચર્ચાનો મુખ્ય સ્થાન છે અને આજે સવારે જ્યારે  તત્કાલીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું કે સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે પરંતુ શાંતિ જોઈએ પરંતુ ફક્ત બે કલાકની અંદર આ નિવેદન ફેરવાઈ ગયું અને સરકાર કોઇ પણ ચર્ચા માટે તૈયાર થઇ નહી અને ચર્ચા વગર જ તમામ કાર્યો કર્યા.

7૦૦થી 750 ખેડુતોનો જીવ લીધો

આખો દિવસ હંગામેદાર રહ્યો અને કોઈ પણ કાર્યવાહી થઈ શકી નહીં ત્રણે કૃષિ કાયદા પાછા લેવામાં હવે ફક્ત એક જ ડગલું બાકી છે અને એ છે રાષ્ટ્રપતિ સહી અને કદાચ થોડાક જ સમયમાં  આ સહી  પણ થઈ જશે અને ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચાઇ જશે વિપક્ષના નેતા મલીકા અર્જુન આ પણ આરોપ લગાવ્યો કે સરકાર પંજાબ, ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યમાં પોતાની સરકારને બચાવવા માટે આ પગલું ભરી રહી છે નહીંતર આ કૃષિ કાયદા પાછા ખેંચાત નહી અને જે 700 ખેડૂતોના જીવ ગયા છે તે પ્રશ્ન ઝળહળીત  છે.

 

read more

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News